મોબ લિચિંગ બાબત વિવિધ ક્ષેત્રની 49 જાણીતી વ્યક્તિઓએ મોદી સરકારને લખેલા પત્રના ઉત્તર તરીકે હવે 61 હસ્તીઓએ સહી કરીને ખુલ્લો પત્ર લખ્યો.

0
777

ઉપરોકત પત્રમાં મહાનુભાવોએ સવાલ પૂછ્યોકે, જયારે આદિવાસીઓને માઓવાદીઓ નિશાન બનાવે છે , ત્યારે તમે બધા ચૂપ કેમ રહો છો ??

  હસ્તાક્ષર કરનારી 61 જાણીતી પ્રતિભાઓમાં બોલીવુડની અભિનેત્રી કંગના રનૌત, ગીતકાર પ્રસૂન જોષી. વિખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના સોનલ માનસિંહ, પંડિત વિશ્વમોહન ભટ્ટ, અશોક પંડિત, અભિનેત્રી પલ્લવી જોષી , અભિનેતા મનોજ જોષી , વિવેક અગ્નિહોત્રી વગેરેનો સમાવેશ થાય છે. મોબ લિંચિંગની ઘટનાઓ માટે મોદી સરકારની ટીકા કરનારા લોકો પર કંગના રનૌત ગુસ્સે થઈ છે. કેટલાક લોકો જણીબુઝીને એવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે, હાલની મોદી સરકાર જે કરી રહી છે તે ખોટું કરી રહી છે. કંગના કહે છેઃ દેશમાં પહેલી વાર એવું થયું છેકે, હાલની સરકાર સાછા માર્ગે ચાલી રહી છે. કેટલાક લોકો પોતાની તાકાત અને રૂતબાનાો ખોટો ઉપયોગ કરીને ખોટી વાતનો પ્રચાીર કરી રહ્યા છે. હાસ દેશ પરિવર્તનનો માર્ગે છે. દેશની ભલાઈ માટે ઘણુંબધું બદલાઈ રહ્યું છે. આ બદલાવથી કેટલાક લોકો પરેશાન છે. લોકોએ મત આપીને પોતાની જાતે પોતાના પ્રતિનિધિઓને ચૂંટયાછે, પોતાના નેતાઓની પસંદગી કરી છે. જેલોકો જનતાના ફેંસલાની અવગણના કરી રહ્યા છે. તેઓ ખરેખર તો લોકતંત્રનું સન્માન ત કરી શકનારા લોકો છે.