મોબલિચિંગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખનારા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને બુધ્ધિજીવીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી- રાજદ્રોહની કલમ લગાડવામાં આવી

0
848

અભિનેતાઓ, કલાકારો, લેખકો, કર્મશીલો સહિતના 69 બુદ્ધિજીવીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશભરમાં ચાલી રહેલા અલ્પ સંખ્યકોની વિરુધ્ધના મોબ લિચિંગના બનાવે રોકવા સખત પગલા લેવાનો અનુરોધ કરતો તેમજ કેટલાક આક્ષેપો કરતો જાહેર પત્ર લખ્યો હતો. આ પત્ર લખનાર વ્યકિતઓમાં અનુરાગ કશ્યપ, શ્યામ બેનેગલ, મણિરત્નમ, બંગાળી અભિનેતા સૌૈમિત્ર ચેટર્જી, ઈતિહાસ- લેખક રામચંદ્ર ગુહા, અભિનેત્રી અપર્ણા સેન, શોભા મુદગલ વગેરેનો સમાવેશ થાય છે.આ  પત્ર લખનારા ઉપરોકત સેલિબ્રિટીઓ સામે મુઝ્ઝફરપુર ખાતેની અદાલતમાં સ્થાનિક વકીલ સુધીરકુમાર ઓઝા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની તાજેતરમાં સુનાવમી કરતાં અદાલતે પોલીસને એફઆઈઆર નોંધવાનો હુકમ કર્યો હતો. વકીલ સુધીરકુમાર ઓઝાએ આરોપ મૂક્યો હતોકે, પત્ર લખનારા મહાનુભાવોએ દેશની છબી ખરાબ કરવાનો અને વ઼ડાપ્રધાનની સિધ્ધિઓને ઝાંખપ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી પોલીસે ભારતીય દંડ સંહિતાની જોગવાઈ અંતર્ગત, રાજ દ્રોહ, શાંતિ ભંગ કરવાનો લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ગુના સર ફરિયાદની નોંધણી કરી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.