મોદી સરકારનો વિજય : ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણનો માર્ગ  ખુલ્યો – બ્રિટનના વહીવટીતંત્રે મંજૂરી આપી…

0
967

 

નવ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનારા ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારત પાછો લાવવાની કામગીરીમાં મોદી સરકારને સફળતા મળી છે. ભારતમાંથી દેવું કરીને ભાગી ગયેલા દારૂના વેપારી વિજય માલ્યાની ભારતને સોંપણી કરવા બાબત બ્રિટિશ સરકારે મંજૂરી આપી દીધી હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. બ્રિટનના ગૃહ સચિવ સાજિદ જાવેદે ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. સાજિદ જાવેદે 2016માં પોતાનું દેવું ચુકવ્યા વગર જ ભારત છોડીને વિદેશ ભાગી ગયો હતો. સાજીદ  જાવેદે માલ્યાની સોંપણીના દસ્તાવેજો પર સહીઓ કરી હતી. હવે ટૂંક સમયમાં જ વિજય માલ્યાને ભારત પરત લાવવાની પોતાની કામગીરી ભાજપ સરકાર પૂર્ણ કરશે એવી મજબૂત સંભાવના છે.