મોદી સરકારની કેબિનેટે ત્રણ તલાક બિલને મંજૂરી આપી ..

0
940

મોદીના કેબિને્ટ પ્રધાનમંડળે ત્રણ તલાકના નવા બિલને મંજૂરી આપી છે. નવા પ્રધાનમંડળે જમ્મુ-કાશ્મીરના રાષ્ટ્રપતિનું શાસન વધુ છમહિના માટે લંબાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી  આપી દીધી છે મુસ્લિમ મહિલાઓના હિતનેધ્યાનમાં રાખીને .મોદી સરકાર જેમ બનેતેમ ત્વરાથી ટ્રિપલ તલાકના બિલને કાયદાનું સ્વરૂપ આપવા માગે છે. સંસદના બજેટ સત્ર દરમિયાન જ આ ત્રમ તલાકના નવા પ્રસ્તાવ માટે અનુમોદન મેળવવમાં આવશે. કેન્દ્રના માહિતી અને સૂચના પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, જૂના અદ્યાદેશને બિલમાં ફેરવવામાં આવશે. કેબિનેટે જમ્મુ- કાશ્મીર રિઝર્વેશન બિલ2019ને મંજૂરી આપી દીધી છે. આથી જમ્મ- કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેનારા લોકોને રાહત મળશે.

કેન્દ્રીય મંત્રી પરિષદની સૌપ્રથમ બેઠક બુધવારે યોજાઈ હતી. તેમાં સરકારના લધુ અને દીર્ઘકાલીન કાર્ય એજન્ડા બાબત ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેનવ્દ્રમોદીના નેતૃત્વ હેઠળ ભાજપની નવી કેન્દ્રીય સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ વહીવટીતંત્રની કામગીરી ગતિશીલ બની રહી છે. સરકાર રાષ્ટ્રીય તચેમજ આંતરરાષ્ટ્રીય – બન્ને મોરચે મહત્વના મુદા્ઓ હાથ ધરી રહી છે. ઘરઆંગણે નવી વિકાસ અને રોજગારલક્ષી યોજનાઓ સાકાર થઈ રહી છે.