

મોંધવારીની અસરના પરિણામે ભારતની રિઝર્વ બેન્કે વ્યાજના દરમાં 25 બેઝીઝ પોઈન્ટનો વધારો જાહેર કર્યો હતો. આ વધારાની સાથે વ્યાજ દર સીધો 6.50 ટકા પર પહોંચી ગયો હતો. રિઝર્વ બેન્કે વ્યાજના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો તેના કારણોમાં ક્રુડના ભાવમાં થયેલો વધારો, ડોલરની સામે રૂપિયોનો નબળો દેખાવ જવાબદાર ગણવામાં આવે છે. રિઝર્વ બેન્કનું માનવું છે કે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી હોવાથી મોંધવારી વધતી જ રહેશે. મોંઘવારી વધે ત્યારે રિઝર્વ બેન્ક વ્યાજ દર વધારે છે. 2019માં મોંઘવારીનો દર 5 ટકા રહેશે એવું રિઝર્વ બેન્કનું અનુમાન છે.