મોંઘવારીના વિરોધમાં અણ્ણા હઝારેએ આંદોલન કરવું જોઈએઃ નાના પટોલે

 

મુંબઈઃ મહારાષ્ટ્રના કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ નવી મુંબઈથી રવિવારે સહી ઝુંબેશ ચલાવી હતી. દેશમાં વધતી જતી મોંઘવારી સામે તેમણે સામાજિક કાર્યકર અણ્ણા હઝારેને પણ આંદોલન કરવા આહ્વાન કર્યું હતું. જેમ લોકાયુક્ત એક્ટ માટે આંદોલન કર્યું હતું તેમ જીવન જરૂરિયાતની વસ્તુઓના વધતા ભાવ સામે પણ આંદોલન કરવા તેમણે તેમને જણાવ્યું હતું. 

તેમણે દેશના યુવાનોને કોંગ્રેસમાં જોડાઈ દેશની બીજી સ્વતંત્રતાની ચળવળ લડવા જણાવ્યું હતું. લોકમાન્ય તિળકની પુણ્યતિથિ નિમિત્તે બોલતા તેમણે જણાવ્યું હતું કે તેમણે બ્રિટિશ કાળ દરમિયાન અંગ્રેજો વિરુદ્ધ લખ્યું આથી તેમના વિરુદ્ધ કેસ થયા, આજે પણ આ જ સ્થિતિ છે. મોદી સરકાર લોકોની સ્વતંત્રતા પર તરાપ મારી રહી છે.