મેડિસન એવન્યુમાં 38મી ઇન્ડિયા ડે પરેડના વિવિધ પ્રતિભાવો

ન્યુ યોર્કઃ ફેડરેશન ઓફ ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને કનેક્ટિકટ દ્વારા ઇન્ડિયા ડે પરેડમાં મેડિસન એવન્યુમાં હજારો નાગરિકો ઊમટી પડ્યા હતા. મેુડસન એવન્યુમાં વિવિધ વિસ્તારોમાં ભારતીય સ્વાદિષ્ટ વ્યંજનો, પ્રવૃત્તિઓ, પરફોર્મન્સ જોવા મળતાં હતાં. આ પરેડે દર્શકોનાં મન પર અનોખી છાપ છોડી છે.
પરેડ દરમિયાન ફલોટ, બોલીવુડના કલાકારો, રાજકીય-સામુદાયિક અગ્રણીઓએ ભારત અને ભારતીય-અમેરિકનોની સિદ્ધિઓનું ધ્યાન ખેંચ્યું હતું.
230 મેડિસન એવન્યુમાં ઉપસ્થિત રહેલા એક નાગરિક પરેડ અને કાર્યક્રમો ઘણાં વર્ષોથી નિહાળે છે, તેઓ કહે છે કે ઇન્ડિયા ડે પરેડ ખૂબ જ વિશાળ છે, જેમાં સાંસ્કૃતિક મહત્ત્વ સંકળાયેલું છે. ઘણા ફેલો ભારતીયો સ્થાનિક ભારતીય સમુદાયને તેઓનાં સમર્થન પ્રદર્શિત કરતા હતા.
આ પરેડ નિહાળવા કેટલાક લોકો તો ન્યુ યોર્ક સિટીમાં પહેલી જ વાર આવ્યા હતા. તેઓએ અન્ય વંશીય જૂથો, જેવાં કે ગુજરાતીઓ અને કેરાલિયનો સાથે આદાનપ્રદાન કર્યું હતું. ભારતીય મૂળના ઘણા નાગરિકો સાથે વાતચીત પણ કરી હતી.
એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મેં પરેડનો આનંદ ઉઠાવ્યો હતો. ભારતીય વ્યંજનો-જૈન ધર્મ-ભાજપને સમર્થન કરતાં આપણા દેશનાં મહિલાઓ અને પુરુષોને જોઈને આનંદ થતો હતો.
ઘણા બિનભારતીયો, જેવા કે કોકેસિયનો, આફ્રિકન-અમેરિકનો, હિસ્પેનિકોએ પણ પરેડ નિહાળી હતી અને ભારતીય સમુદાય પ્રત્યે પોતાનો આભાર પ્રદર્શિત કર્યો હતો.
આઠ વર્ષની એક બાળકી ભારતીય દેશભક્તિનાં ગીતો ગાતી હતી, કેટલાક લોકો ટ્રાફિકની ટીકા કરતા હતા. જોકે તેઓ હજી પણ આ પરેડ ભવિષ્યમાં નિહાળવા આવશે તેમ જણાવતા હતા, કારણ કે તેમાં સાંસ્કૃતિક અને ધાર્મિક પરિબળ સમાયેલું છે.


(ડાબે) પરફોર્મન્સ રજૂ કરતા કૈલાસ ખેર. (જમણે) સાંસ્કૃતિક કાર્યક્રમમાં નૃત્યાંગનાનું પરફોર્મન્સ


શ્રુજલ પરીખ સાથે કમલ હસન, ડો. સુધીર પરીખ, સંદીપ ચક્રવર્તી સહિત મહાનુભાવો.


ગાલા ડિનરમાં શ્રુતિ હસન, શ્રુજલ પરીખ, ચિન્ટુ પટેલ, કૈલાસ ખેર, રમેશ પટેલ,
ડો. સુધીર પરીખ, આલ્બર્ટ જસાણી.


(ડાબે) શ્રુજલ પરીખ, રમેશ પટેલ સાથે મિકી સિંહ, (જમણે) શ્રુજલ પરીખ અને ક્રીના પરીખ સાથે દર્શકો.