મેટ ડેટથી મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નીક જોનસનું અફેર


બોલીવુડની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેના પ્રેમી નીક જોનસે તેમના સંબંધોને ઇન્સ્ટાગ્રામ ઉપર સ્વીકારી લીધા હોય તેમ લાગે છે. અફવાઓ અને અટકળો પછી અંતે તેઓ જાહેરમાં સાથે આવ્યાં છે. આ કપલ મુંબઈમાં ડિનર ડેટ પર ગયું હતું. પ્રિયંકા અને નીક એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતાં જોવા મળ્યાં હતાં. નીકે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રિયંકાનો વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે વરસાદમાં ડાન્સ કરે છે.
પ્રિયંકા અને નીક જોનસ ગયા અઠવાડિયે મુંબઈ આવ્યાં હતાં. મુંબઈ એરપોર્ટ પરથી નીકળ્યા પછી તેઓ પ્રિયંકાના જુહુના ઘરની બહાર જોવા મળ્યાં હતાં.
35 વર્ષીય પ્રિયંકા ચોપરાએ એક વર્ષ અગાઉ મુંબઈમાં વરસોવામાં 15 બેડરૂમનો 100 કરોડની કિંમતનો બંગલો ખરીદ્યો છે. પ્રિયંકા અને નીક ટૂંક સમયમાં આ બંગલામાં સાથે રહેવા જશે. પ્રિયંકા અને નીક જોનસે ગયા વર્ષે મેટ ગાલામાં ભાગ લીધો હતો. નીકના કઝિનના વેડિંગમાં પણ પ્રિયંકા ચોપરાએ ભાગ લીધો હતો. નીકને એ વાત પસંદ છે કે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ્સ કરતાં પ્રિયંકાની વય વધુ છે અને તે વધુ મેચ્યોર છે. પ્રિયંકા ચોપરા હાઉસવોર્મિંગ પાર્ટીનું પણ આયોજન કરશે, જેમાં નીક જોન્સ હાજર રહેશે. પ્રિયંકા અને નીક જોનસ ભારતમાં કે વિદેશમાં સાથે રહેશે તે નક્કી થયું નથી.