મેટ્રો માટે આર એ. કોલોનીના જંગલના 2700 વૃક્ષો કાપવાના પ્રસ્તાવનો ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ વિરોધ કર્યો — જંગલ બચાવવાનું સમર્થન કર્યું.. 

0
957

 

  ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ તાજેતરમાં ટવીટ કરીને મુંબઈમાં મેટ્રો ટ્રેન માટે મેટ્રો કાર શેડ બનાવવા માટે આરે કોલોનીના જંગલના 2700 વૃક્ષો કાપવાના સરકારી વહીવટીતંત્રના નિર્ણયનો જાહેરમાં વિરોધ કર્યો હતો. તેમણે  વૃક્ષોના બચાવ માટેના અભિયાનનું સમર્થન કર્યું હતું. તેમણે સરકાર અને પ્રશાસનને અપીલ કરી હતી કે, આરેના જંગલમાં વસનારા પ્રાણીઓની સલામતીની સરકારે ચિંતા કરવી જોઈએ. આરે કોલોનીના જંગલના 270 વૃક્ષો કાપી નાખવાના પ્રસ્તાવ પર સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. જો કે અત્યારસુધીમાં 2,141 વૃક્ષો તો કાપી નાખવામાં આવ્યા છે. 

 

  વૃક્ષો કાપવા સામે વિરોધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વૃક્ષોના બચાવ અભિયાનમાં શિવસેના, આમ આદમી પાર્ટી, ફિલ્મ અભિનેતા ફરહાન અખ્તર, અભિનેત્રી દિયા મિ્ર્જા , સ્વરા ભાસ્કર સહિત અનેક જાણીતી વ્યક્તિઓ તેમજ રાજકીય પક્ષોનો સમાવેશ થતો હતો. રોહિત શર્માએ જણાવ્યું હતું કે, ભલે હવે જંગલ શેષ બચ્યું નથી, પરંત વૃક્ષોને કાપવા એ યોગ્ય નથી. આ લોકોના જીવન- મરણ સાથે સંકળાયેલી બાબત છે. જંગલોને કારણે જ મુંબઈ લીલુંછમ લાગે છે. જેને કારણે તાપમાનમાં સ્હેજ ઘટાડો પણ થાય છે. આપણે એ કેવી રીતે છિનવી શકીએ..જગંલો કાપી ગયાબાદ એમાં વસવાટ કરનારા હજારો જાનવરોને આપણે ના  ભૂલવાં જોઈએ, જંગલ કપાઈ ગયા પછી એ કયાં વસવાટ કરશે, એમની પાસે તો રહવા કોઈ જગા નહિ હોય…..