મેઘાલયની હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ટિપ્પણી : ભારત એક હિંદુ રાષ્ટ્ર હોવું જોઈએ, સરકાર ભારતને ઈસ્લામિક દેશ થવાથી બચાવી લે…

0
811
Reuters

મેધાલયની વ઼ડી અદાલતના વડા ન્યાયાધીશે તાજેતરમાં કરેલા નિવેદનોએ વિવાદ ઊભો કર્યો છે. તેમણે એક કેસની સુનાવણી કરતી વેળાએ એવાં નિવેદનો કર્યા હતાં કે, જે એ કેસ સાથે બિલકુલ સુસંગત નહોતા. તેમણે કહયું હતું કે, ભારતએક હિંદુ રાષ્ટ્રનો દરજ્જો ધરાવતું હોવું જોઈે. તેમણે મમતા બેનરજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી પણ કરી હતી કે, તેઓ એ વાત સુનિશ્ચિત કરીલે કે, ભારત કદી પણ ઈસ્લામિક રાષ્ટ્ર બની જાય. મેઘાલયની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ આર સેને સરકારને એવા નિયમો ઘડવાની , એવો કાયદો બનાવવાની અપીલ કરી હતી કે, જેમાં પાકિસ્તાન, બંગ્લાદેશ, મ્યાનમાર જેવા પડોશી રાષ્ટ્રોમાં રહનારા બિન- મુસ્લિમ સમુદાય અને સમૂહોને ભારતમાં કાયદેસર વસવાટ કરવાની મંજૂરી મળે.

 જસ્ટિસ એસ આર સેને જણાવ્યું હતું કે, હું એ વાત સ્પષ્ટતાથી કહેવા માગું છું કે. કોઈ પણ ભારતને ઈસ્લામિક દેશ બનાવવાની કોશિશ ના કરે. જો એવું થયું તો ભારતમાં વસનારા હિંદુઓની મુશ્કેલીઓનો પાર નહિ રહે.  વિશ્વના કોઈ પણ વિસ્તારમાંથી આવીને ભારતમાં વસનારા હિંદુ. શીખ, પારસી, જૈન, બૌધ્ધ, ઈસાઈ, જયંતિઆ અને ગારો સમુદાયના લોકોને સરકાર દ્વારા ભારતની નાગરિકતા આપવામાં આવે. તેઓ નિર્ભય થઈને ભારતમાં રહી શકે અને ભારતના વિકાસનો હિસ્સો બની રહે. તેમણે જણાવ્યું હતું કે, હું ભારતમાં વસતા અને ભારતના કાનૂનનું પાલન કરતા મુસલમાનોની વિરુધ્ધ નથી. જેઓ ઘણી પેઢીઓથી ભારતમાં વસવાટ કરી રહ્યા છે અને શાંતિથી રહે છે તેમને ભારતમાં રહેવા દેવા જોઈએ. પરંતુ સરકારે ભારતના તમામ નાગરિકો માટે એકસમાન કાનૂન બનાવવો જોઈએ. , જેનું દરેક નાગરિકે પાલન કરવું પડે. ભારતના બંધારણ અને કાયદાનો વિરોધ કરનારી વ્યક્તિ કદી ભારતની નાગરિક ગણાય નહિ.