મેગી આરોગ્ય માટે સારી નથી : ખુદ ‘નેસ્લે’’એ કરી કબૂલાત

 

નવી દિલ્હીઃ ભારતીય બજારમાં ભારે લોકપ્રિય ‘મેગી’ ફરી વિવાદનાં વમળમાં ફસાઇ છે. આ વખતે સરકારે નહીં, પરંતુ ખુદ ‘નેસ્લે’ કંપનીએ કબૂલ્યું છે કે, મેગી સહિત તેનાં ખાદ્ય ઉત્પાદનો અને પીણાં પૈકી ૬૦ ટકા માનવ આરોગ્ય માટે સલામત નથી. માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયામાં ભારે પ્રખ્યાત ફૂડ પ્રોડકટસની નિર્માતા નેસ્લેએ ૬૦ ટકા ઉત્પાદનોને આરોગ્ય માટે યોગ્ય નથી ગણાવ્યાં. અમે અમારાં ઉત્પાદનોની ન્યૂટ્રિશનલ વેલ્યૂ એટલે કે, પોષણનાં મૂલ્યની તપાસ કરી રહ્યા છીએ. ત્યારબાદ રણનીતિ બદલીને કામ થશે, તેવું કંપનીએ સ્પષ્ટ કર્યું હતું. આ માનવ આરોગ્ય સાથે જોડાયેલી બાબત છે, તેવું કહેતાં નેસ્લેએ ઉમેર્યું હતું કે, અમે તમામ ઉત્પાદનોને સ્વાદિષ્ટ તેમજ આરોગ્યપ્રદ બનાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.