મુસ્લિમ નિકાહ એક કોન્ટ્રાક્ટ છે, હિંદુ વિવાહની જેમ સંસ્કાર નથીઃ હાઈકોર્ટ

Reuters

 

બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, મુસ્લિમ નિકાહ એક કોન્ટ્રાક્ટ છે. આ હિંદુ વિવાહની જેમ કોઈ સંસ્કાર નથી અને તે ખત્મ થવાથી પેદા થયેલા કેટલાક અધિકારો અને જવાબદારીઓથી ભાગી શકાય નહીં. આ મામલો બેંગલુરુના ભુવનેશ્વરી નગરમાં એઝાઝુર રહેમાનની એક અરજીના સંબંધિત છે. એમાં ૧૨ ઓગષ્ટ, ૨૦૧૧ના રોજ બેંગલુરુની એક ફેમિલી કોર્ટના આદેશને રદ કરવાની વિનંતી કરાઈ છે. રહમાને પોતાની પત્ની સાયરા બાનોને પાંચ હજાર રૂપિયાના મેહરની સાથે વિવાહ કર્યાના કેટલાક મહિના બાદ તલાક શબ્દ કહીને ૨૫મી નવેમ્બર ૧૯૯૧ના રોજ તલાક આપ્યા હતા. આ તલાક બાદ રહમાને બીજા લગ્ન કર્યા, જેનાથી એ એક બાળકનો પિતા બન્યો હતો. સાયરા બાનોના પતિને ફેમિલી કોર્ટે માસિક ૩૦૦૦ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો.  જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિતે ૨૫૦૦૦ રૂપિયાના દંડ સાથે અરજી ફગાવીને આદેશમાં કહ્યું કે, નિકાહ એક કોન્ટ્રાક્ટ છે, જેનો કોઈ અર્થ નથી. આ હિંદૂ વિવાહની જેમ એક સંસ્કાર છે. તેમણે આદેશમાં કહ્યું કે તલાક થકી લગ્નબંધન તૂટ્યા પછી પણ પક્ષકારોની તમામ જવાબદારી અને કર્તવ્ય પૂર્ણ રીતે સમાપ્ત થતા નથી.