મુસ્લિમોએ રામ- જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને પત્ર લખ્યો :  કબ્રસ્તાન પર ના બનાવો રામ- મંદિર, એ ધર્મની વિરુધ્ધ છે..

0
837

 

 સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, અયોધ્યામાં રામ- મંદિર વિવાદ પર ચુકાદો આવ્યા બાદ અદાલતે મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટની રચના કરવાની જવાબદારી કેન્દ્ર સરકારને સોંપી હતી. આથી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, ટ્રસ્ટની રચના કરી હતી. આગામી 19મી ફેબ્રુઆરીના મંદિરના ટ્રસ્ટની પ્રથમ બેઠક યોજાઈ રહી છે. અયોધ્યાના  કેટલાક મુસલમાનોએ વકીલના માધ્યમથી ટ્સ્ટને એક પત્ર લખ્યો છે. જેમાં જે 4-5 એકર જમીન પર ભૂતકાળમાં મુસ્લિમોનું કબ્રસ્તાન હતું, તે જમીન પર રામ- મંદિર નહિ બનાવવાની વિનંતી કરવામાં આવી હતી. આજે ભલે એ જમીન પર કબરો ના જોવા મળતાી હોય, પરંત ભૂતકાળમાં એ 4-5 જમીનના વિસ્તારમાં મુસલમાનોનું કબ્રસ્તાન હતું. 

     ટ્રસ્ટમાં મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા 1993માં અધિગ્રહિત કરવામાં આવેલી  67 એકર જમીન રામ-મંદિરના ભવ્ય નિર્માણ માટે કેન્દ્ર સરકારને આપી દે્વામાં આવી હતી. જેમાં 4-5 એકર જમીન પર મુસલમાનોનું કબ્રસ્તાન હતું. આથી એ જમીન પર રામ- મંદિરનું નિર્માણ કરવું યોગ્ય નથી. એ ધર્મની પણ વિરુધ્ધ છે. ભગવાન શ્રીરામના મંદિરનો પાયો શું મુસલમાનોની કબર પર મૂકવામાં આવશે..

  ઉપરોક્ત પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, તમે બધા કાબેલ છો, બુધ્ધિશાળી છો, તમારા સનાતન હિંદુ ધર્મની જણકારી અને જ્ઞાન તમે ધરાવો છે. આથી તમારે અમારી વાત પર ગંભીરતાથી નિર્ણય લેવો જોઈએ.