મુસાફરી કરવાનો મને શોખ છેઃ ટીવી કલાકાર રાકેશ પૌલ

રાકેશ પોલે ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ ટીઆરપી શોમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. રાકેશ પૌલ શક્તિશાળી અભિનેતા છે. ‘ઝિલમિલ સિતારોં કા આંગન હોગા’, ‘જો બીવી સે કરે પ્યાર’, ‘કયું કી સાસ ભી કભી બહુ થી’, ‘સબ કા ભેજા ફ્રાય’, ‘સુકન્યા’, ‘વો રેહનેવાલી મહેલો કી’ જેવા હિટ શો કર્યા પછી તેણે સાબિત કર્યું છે કે પૌલ ટીવીનો સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંનો એક છે.
રાકેશ પૌલ કહે છે કે તેને મુસાફરી કરવી ગમે છે. મને એકલા, પરિવાર સાથે, મિત્રો સાથે મુસાફરી કરવી ગમે છે. પંચગીની, ગોવા, માઉન્ટ આબુ, અજમેર, નૈનિતાલ, ડેલહાઉસી, કાશ્મીરનો પ્રવાસ મેં કર્યો છે. લગભગ આખો દેશ હું ફર્યો છું. ટ્રાવેલિંગ મારા માટે એક ઝનૂન છે. છેલ્લાં 20 વર્ષથી તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં છે.