મુલાયમ સિંહ યાદવનું ૮૨ વર્ષની વયે નિધનઃ વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલી

 

ઉત્તર પ્રદેશઃ સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને ઉત્તર પ્રદેશની રાજનીતિના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવનું અવસાન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી મુલાયમ સિંહ ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. અખિલેશ યાદવે પિતા મુલાયમ સિંહના નિધનની જાણકારી આપી હતી. મેદાન્તાના હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે મુલાયમ સિંહને યુરીનમાં ઈન્ફેક્શનની સાથે બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધી ગઈ હતી. સ્થિતિમાં સુધારો થતાં ડોક્ટરોઍ તેમને વેન્ટિલેટર પર રાખ્યા હતા. વડાપ્રધાન મોદીઍ મુલાયમ સિંહને શ્રદ્ધાંજલી આપતા તેમને જનનાયક ગણાવ્યા હતા. મુલાયમ સિંહ યાદવજી ઍક નોંધપાત્ર વ્યક્તિ હતા. લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ ઍવા નમ્ર અને જમીન સાથે જોડાયેલા નેતા તરીકે તેમની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી. દેશના રક્ષા પ્રધાન પદ પર રહી ચુકેલા મુલાયમ સિંહ ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓ છેલ્લે વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી લડ્યાં હતા.