મુન્નાભાઈ સિરિઝની ત્રીજી ફિલ્મ આવી રહી છે..

0
715
IANS
IANS

રાજુ હીરાનીની મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ – આ બન્ને ફિલ્મોએ જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મોએ ટિકિટબારી પર ટંકશાળ  પાડી હતી. સંજય દત્તને મુન્નાભાઈની ભૂમિકા પ્રેક્ષકોને ખૂબ ગમી હતી. સંજય દત્તનો અભિનય ફિલ્મ ચાહકો અને વિવેચકોની પ્રશંસા મેળવી ગયો હતો. તાજેતરમાં એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં ફિલ્મના સર્જક રાજુ હીરાનીએ કહ્યું હતું કે, અમે મુન્નાભાઈની ત્રીજી ફિલ્મ બનાવવા ઈચ્છીએ છીએ. અમારી પાસે સ્ક્રીપ્ટ તૈયાર  હતી પણ એ અગાઉની બે ફિલ્મોની વાર્તા સાથે કનેક્ટ થતી નહોતી. એટલે અમે હવે નવેસરથી એની વાર્તા તૈયાર કરી રહ્યા છીએ. મુન્નાભાઈ સિરિઝની બન્ને ફિલ્મોના સહ- લેખક અભિજાત જોશી છે. તેઓ હવે ત્રીજી ફિલ્મની કથા અંગે તૈયારી કરી રહ્યા છે.