મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યુ

 

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત વિઘાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં ઘાટલોડિયા વિઘાનસભા બેઠક પર બુધવારે ગોતા પ્રાંત કચેરીથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયામાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા સાથે સાઘુ-સંતો પણ ઉપસ્થિત રહ્ના. ઉમેદવારીપત્રક ભરતા પહેલા ભુપેન્દ્રભાઈ પટેલે અડાલજ ત્રિમંદિરમાંશ્રી દાદા ભગવાનની પૂજા-અર્ચના કરી ત્યારબાદ ભવ્ય રોડ-શો યોજાયો અને ઘાટલોડિયા મધ્યસ્થ કાર્યાલયનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, ચૂંટણી પછીના ભાવિ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ હશે. ૧૯૯૦થી ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જયો છે. ૧૯૯૦થી ઍક પણ ચૂંટણી કે જે લોકસભાની હોય કે વિધાનસભાની ગુજરાતની જનતાઍ ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે. ૨૦૨૨ની ચૂંટણીમાં પણ જેને જે હિસાબ કિતાબ કરવો હોય તે કરી લે બધા વિક્રમો તોડી ફરી ઍક વખત ભાજપાની સરકાર બનશે. ૧૯૯૫થી ૨૦૨૨ આ સમયગાળો ન માત્ર ગુજરાત અને દેશભરના લોકતાંત્રિક ઇતિહાસની અંદર શાસન કેવી રીતે થાય તેનું ઉદાહરણ સાબિત કરવાનો સમય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઍ જ ગુજરાત છે કે જેણે ૧૯૮૫ થી ૧૯૯૫ સુઘી દસ વર્ષ સુધી કોમી હુલ્લડથી પીડાતું, પિખાતી વેદનાનો અનુભવ કર્યો છે. પહેલા જે રમખાણોઍ ગુજરાતની છબી બગાડી તે રમખાણો હવે ભૂતકાળ થઇ ગયા છે આજે કોઇની હિમંત નથી કે ગુજરાતમાં કાંકરીચાળો કરે. પહેલા ગુજરાતમાં તૃષ્ટિકરણનો માહોલ હતો આજે ન્યાયનો માહોલ બનાવવાનું કામ ભાજપે કર્યુ. કોંગ્રેસની સરકારમાં પહેલા ગાંઘીનગરથી રાજકોટ પાણીની ટ્રેન મોકલતા હતા. ગુજરાતમાં નર્મદા યોજના પૂરી કરી અને ગુજરાતમાં ભાજપની સરકારે ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે.

આજે કોંગ્રેસીઓ દરેક ચૂંટણીમાં કહે છે કે અમારી સરકાર બનશે અને આ વખતે તો બેનરો માર્યા છે કે કોîગ્રેસનું કામ બોલે છે પણ આ કોંગ્રેસ તો ૧૯૯૦થી સત્તામાં જ નથી કામ કેવી રીતે બોલે. ભાજપે કરેલા દરેક કામો કોંગ્રેસે તેની જાહેરાતમાં સોનિયાબહેનના ફોટા લગાડી લખી દીધા આ ગુજરાતને કોંગ્રેસ શું સમજે છે? કોંગ્રેસીયાઓને કહેજો કે જાન્યુઆરી ૨૦૨૪માં રામ મંદિરના દર્શન કરી શકશે. ભાજપે લોહીનું ઍક ટીપુ વહાવ્યા વગર મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું. ભાજપે જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ને ઍક જટકે નાબુદ કરી નાખી ઍવો દાવો તેમણે કર્યો હતો.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્નાં છે. વિકાસના આ પંથમાં ગુજરાતની જનતાનો સાથ અને સહકાર રહ્ના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here