મુખ્યમંત્રી ભગવંત માન ગુરપ્રીત કૌર સાથે લગ્નના બંધનમાં બંધાયા

 

પંજાબ: ભગવંત માન અને ડો. ગુરપ્રીત કૌર લગ્નના બંધનમાં બંધાઈ ગયા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સહિત લગ્નમાં સામેલ થયા. તેમણે લગ્નમાં પિતાની રસ્મો નિભાવી. લગ્નમાં મર્યાદિત મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા. લગ્ન સમારોહ મુખ્યમંત્રી હાઉસમાં જ રાખવામાં આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનિય છે કે ૩૨ વર્ષના ગુરપ્રીત કૌર ભગવંત માન (૪૮) કરતા ૧૬ વર્ષ નાના છે. તેમની મુલાકાત ચાર વર્ષ પહેલા થઈ હતી. ભગવંત માનના આ બીજા લગ્ન છે. પહેલી પત્નીથી તેમણે ૨૦૧૫માં ડિવોર્સ લીધા હતા. સોળે સણગાર સજેલી દુલ્હન ગુરપ્રીત કૌર અત્યંત સુંદર લાગી રહ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભગવંત માને  પીળી પાઘડી અને ગોલ્ડન કૂર્તા પાઈજામા પહેર્યા હતા. 

આમંત્રિત મહેમાનોને ભોજનમાં કડાઈ પનીર, મશરૂમ પ્યાઝ, ખુબાની સ્ટફ કોતા, કલોન્જીવાળા બટાકા, વેજિટેબલ જલફ્રેઝી, ચના મસાલા, તંદુરી કુલ્ચે અને દાળ મખની, સ્વીટમાં મગની દાળનો હલવો, શાહી ટુકડા, અંગુરી રસમલાઈ, માહ દી જલેબી, ડ્રાયફ્રૂટ રબડી, હોટ ગુલાબ જાંબુ પિરસાયા. લગ્ન સમારોહમાં  ખુબ જ ઓછા લોકોને આમંત્રણ અપાયું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પરિવાર સહિત સામેલ થયા હતા.  સોળે સણગાર સજેલી દુલ્હન ગુરપ્રીત કૌર અત્યંત સુંદર લાગી રહ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભગવંત માને  પીળી પાઘડી અને ગોલ્ડન કૂર્તા પાઈજામા પહેર્યા હતા. 

મુખ્યમંત્રી ભગવંત માનના આ બીજા લગ્ન છે. તેમના પ્રથમ લગ્ન છ વર્ષ પહેલા તૂટી ગયા. પ્રથમ લગ્નથી તેમને બે બાળકો છે  જે માતા સાથે અમેરિકા રહે છે. ડો. ગુરપ્રીત કૌરની વાત કરીએ તો તેઓ શીખ સમુદાયમાંથી આવે છે. ભગવંત માન અને ગુરપ્રીત કૌરના પરિવાર એકબીજાને લાંબા સમયથી જાણે છે. તેમની બે બહેનો છે જે વિદેશમાં રહે છે. તેમણે મેડિકલનો અભ્યાસ કર્યો છે અને આ દરમિયાન ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહ્યા. 

ભગવંત માનના માતા અને બહેને પોતે ગુરપ્રીત કૌરની પસંદગી કરી છે. ગુરપ્રીત કૌર ભગવંત માનના પરિવારની નીકટ છે. મુખ્યમંત્રી માનના માતા ડો. કૌરને પસંદ કરે છે