મુખ્યમંત્રીના હસ્તે મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ

 

નડિયાદ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નડિયાદમાં મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પદ્મશ્રી પુરસ્કૃત ડો. હર્ષદભાઈ દેસાઈનું સન્માન કર્યું હતું. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આયુષમાન ભારત યોજના હેઠળ પીએમ જય કાર્ડનું વિતરણ કર્યું હતું.

નડિયાદની ધરતી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબ, મહા ગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક, જાણીતા સાક્ષરો ગોવર્ધનરામ ત્રિપાઠી અને બકુલભાઇ ત્રિપાઠી, મણીલાલ દ્વિવેદી જેવા અનેક માનવરત્નોનું આઝાદીના અમૃત કાળે મુખ્યમંત્રીએ સ્મરણ કરી તેમના યોગદાનને બિરદાવ્યું હતું. ગાંધીજીના આદ્યાત્મિક ગુ‚ શ્રીમદ્ રાજચંન્દ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પણ નડિયાદની ભૂમિ પણ કરી હોવાનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશ અને દુનિયામાંથી આયુર્વેદિક ચિકિત્સા માટે મહાગુજરાત સોસાયટી સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલમાં લોકો સારવાર માટે આવે છે. જે રોગનો ઇલાજ કોઇ સ્થળે ના હોય તેવા દર્દીઓને અહીં સારવાર આપવામાં આવે છે. જે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની સિદ્ધિ છે. મગનભાઇ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કરવા બદલ મુખ્યમંત્રીએ સંસ્થાના હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા.

કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે સ્વ. મગનભાઈ દ્વારા નડિયાદ જિલ્લામાં કરાયેલા સખાવતી કાર્યો ત્યાગીને ભોગવી જાણવાના સૂત્રને સાકાર કરે છે. ગરીબ લોકોની સેવા હેતુ સેવાભાવના ધ્યેય સાથે જ અહીં હોસ્પિટલ શ‚ કરવામાં આવી હતી અને આજે તે જનસેવાનું કેન્દ્ર બની છે. ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનું લોકાર્પણ નડિયાદ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. વડાપ્રધાન અને ગુજરાત સરકારના સતત પ્રયત્નથી આરોગ્યનું સ્તર સુધર્યું છે અને નવી નવી યુનિવર્સિટીઓની સ્થાપનાથી રાજ્યના યુવાનો વૈશ્ર્વિક સ્તરનું શિક્ષણ મેળવી રહ્યા છે. મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈએ વિકાસમાં શિક્ષણના મહત્વને અમૂલ્ય ગણાવ્યું હતું. કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં યુવાનોનો ફાળો હંમેશા વિશેષ રહ્યો છે અને ગુજરાત સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓ અને વ્યવસાયિક અભ્યાક્રમો થકી યુવાનો ચેતનવંતા અને ઊર્જાવાન બન્યા છે. ચા‚સેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે ખાનગી યુનિવર્સિટીઓ થકી યુવાનો વૈશ્ર્વિક સ્તરે પ્રતિસ્પર્ધા કરવા માટે સક્ષમ બન્યા છે.

પ્રારંભમાં મહાગુજરાત મેડિકલ સોસાયટીના ચેરમેન ભાસ્કરભાઈ પટેલે સૌનો આવકાર કરતા જણાવ્યું કે, મહાગુજરાત સોસાયટીની સ્થાપના વર્ષ ૧૯૩૮માં સ્થાપના કરવામાં આવી હતી. સોસાયટીના નેજા હેઠળ વિશ્ર્વ સ્તરની ઉચ્ચ આરોગ્ય સેવાઓ સામાન્ય નાગરિકોને કિફાયતી દરે આપવામાં આવે છે. આ માટે એડનવાલા પરિવાર તરફથી ઉદ્દાતભાવનાથી સખાવત મળે છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનિષાબહેન વકીલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબહેન પટેલ, નગરપાલિકા પ્રમુખ રંજનબહેન વાઘેલા, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી એચ. એમ. દેસાઈ, પા‚લ યુનિવર્સિટીના પ્રમુખ દેવાંશુભાઈ પટેલ, સીવીએમ યુનિવર્સિટીના ભીખુભાઈ પટેલ સહિત નગરજનો હાજર રહ્યા હતા.