મુખ્યમંત્રીઓને મોદીનો સંદેશ: કોરોનાની બીજી લહેરને રોકવા ઝડપી પગલાં લો!

 

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના વધતા કેસને જોતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓને મહત્ત્વનો સંદેશ આપ્યો અને કહ્યું કે નાના શહેરોમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવું જરૂરી છે. નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે. 

બેઠકને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો આપણે આ મહામારીને નહીં રોકીએ તો તે એક રાષ્ટ્રીય પ્રકોપ જેવી સ્થિતિ પેદા કરી શકે છે. આપણે જેમ બને તેમ જલદી કોરોના વાઇરસની બીજી લહેરને રોકવી જોઈએ. આ માટે આપણે ઝડપથી નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે કોરોના વિરુદ્ધ દેશની લડતને એક વર્ષથી વધુ થઈ રહ્યું છે. ભારતના લોકોએ કોરોનાનો જે પ્રકારે સામનો કરી રહ્યા છે, તેને લોકો ઉદાહરણ તરીકે રજુ કરે છે. આજે દેશમાં ૯૫ ટકાથી વધુ કેસ રિકવર થઈ ચૂક્યા છે. મૃત્યુદરમાં પણ ભારત સૌથી ઓછા દરવાળા દેશોમાં છે. 

બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ પાસે કોરોના સંક્રમણને રોકવા માટે સૂચનો માંગ્યા છે. તેમણે મુખ્યમંત્રીઓને કહ્યું કે સંક્રમણ રોકવા માટે ૨-૪ કલાકમાં તમે સૂચનો મોકલો. હું તેના પર આજે જ નિર્ણય લઈશ. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. દેશના ૭૦ જિલ્લામાં આ વૃદ્ધિ ૧૫૦ ટકાથી વધુ છે. આપણે કોરોનાના આ ઉભરતા ‘સેકન્ડ પીક’ને તરત રોકવો પડશે. આ માટે આપણે મ્્યજ્ઞ્ણૂત્ત્ અને ઝ઼ફૂણૂજ્ઞ્સ્ર્જ્ઞ્રુફૂ પગલાં લેવા પડશે. તેમણે કહ્યું કે કોરોનાની લડતમાં આપણે આજે જ્યાં પહોંચ્યા છીએ, તેનાથી આવેલો આત્મવિશ્વાસ, બેદરકારીમાં બદલાવવો જોઈએ નહીં. આપણે જનતાને પેનિક મોડમાં પણ લાવવાની નથી અને પરેશાનીમાંથી મુક્તિ પણ અપાવવાની છે. આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે લોકો પેનિક મોડમાં ન આવે. આપણે પહેલ કરવાની રહેશે અને લોકોને આ સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા પડશે. આપણે આપણા પ્રયત્નોમાં આપણા અનુભવોનો ઉપયોગ કરવો પડશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટને લઈને પણ આપણે એટલા જ ગંભીર થવાની જરૂર છે જેવા આપણે છેલ્લા એક વર્ષથી કરતા આવ્યા છીએ. આપણે સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટ્સને ઓછામાં ઓછા સમયમાં ટ્રેક કરવા અને ય્વ્-ભ્ઘ્ય્ ટેસ્ટ  રેટ ૭૦ ટકાથી ઉપર રાખવો ખુબ જરૂરી છે. 

તેમણે કહ્યું કે આપણે નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવું પડશે. નાના શહેરોમાં ‘રેફરલ સિસ્ટમ’ અને ‘એમ્બ્યુલન્સ નેટવર્ક’ ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે. 

વડા પ્રધાન મોદીએ કહ્યું કે દરેક સંક્રમિત વ્યક્તિના સંપર્કોને જલદી ટ્રેક કરવાના રહેશે અને ય્વ્-ભ્ઘ્ય્ દરને ૭૦ ટકાથી વધુ રાખવો પડશે. અનેક રાજ્યોમાં ઝડપથી એન્ટીજન પરીક્ષણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેમાં પરિવર્તનની જરૂર છે. દેશના દરેક રાજ્યને ય્વ્-ભ્ઘ્ય્ ટેસ્ટ પર વધુ ભાર મૂકવાની જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે દેશમાં રસીકરણની ગતિ ઝડપથી વધી રહી છે. આપણે એક દિવસમાં ૩૦ લાખ લોકોને રસીકરણ કરવાના આંકડાને પણ પાર કરી ચૂક્યા છીએ. પરંતુ આ સાથે જ આપણએ રસીના ડોઝ ખરાબ થવાની સમસ્યાને ખુબ ગંભીરતાથી લેવાની છે. 

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે અને કેન્દ્ર સરકારે તેને કોરોનાની બીજી લહેરની શરૂઆત ગણાવી છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગત સપ્તાહ કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને એક પત્ર લખ્યો છે. કેન્દ્રીય ટીમે જણાવ્યું કે મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરમાંથી પસાર થઈ રહ્યું છે અને સંક્રમણને રોકવા માટે કારગર ઉપાય અજમાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ટ્રેકિંગ, ટેસ્ટિંગ, અલગ અલગ મામલા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવું જરૂરી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનું રિપ્રોડક્શન (પ્રજનન) નંબર કે આર નંબર ૧.૩૪ છે. આર નંબરનો અર્થ છે એક સંક્રમિત વ્યકિત સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. એટલે કે વાઇરસ ફેલાવવાની ક્ષમતા કેટલી છે. જો આ નંબર એકથી વધુ હોય તો મહામારી વધવાની આશંકા વધુ રહે છે. અહીં જો કોરોનાના કેસ ઘટાડવા હોય તો આર નંબરને ૧ થી નીચે લાવવો પડશે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નાગપુર, ઔરંગાબાદ, અમરાવતી, થાણે, અને મુંબઈમાં સૌથી વધુ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here