મુક્તજીવન સ્વામીબાબા સ્મૃતિ મંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

 

અમદાવાદઃ ભારત રાષ્ટ્રની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉપક્રમે ક્રીડા ભારતી, કર્ણાવતી મહાનગર ગુજરાત પ્રાંત કાર્યક્રમ મા ભારતની અભિનવ અર્ચના, ક્રીડા ભારતીની સાથે રાષ્ટ્રની પ્રદક્ષિણા યાત્રા પ્રસ્થાન કાર્યક્રમ વિશ્વ શાંતિ કેન્દ્ર મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસર, અમદાવાદમાં યોજાયો હતો.

સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેનિ્દ્રયપ્રિયદાસજી સ્વામી મહારાજની આજ્ઞાથી મહંત ભગવતપ્રિયદાસજી સ્વામી, ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, ગુરૂપ્રિયદાસજી સ્વામી, સંતભૂષણદાસજી સ્વામી તથા હસમુખભાઈ પટેલ, સાંસદ અમદાવાદ પૂર્વ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. અર્જુનસિંહ રાણા, વિવેકભાઈ પટેલ અધ્યક્ષ ક્રીડા ભારતી, ગુજરાત, રાણા પૂર્વ કેબિનેટ મંત્રી આગરા, આનંદભાઈ પટેલ – અધ્યક્ષ, રશ્મિકાંત જોશી – મંત્રી વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા.

સમગ્ર ભારતમાં ભારત રાષ્ટ્રની પ્રદક્ષિણા એક સાથે અને એક જ સમયે રાષ્ટ્ર ગાન, ભારત માતાનું પૂજન સવારે ૮ઃ૫૬ મિનિટે તે રાજ્યના ૨૨૦ સ્થળોથી બાઈક રેલી યાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામાં જનસમુદાય ઉપસ્થિત રહ્યો હતો