મુકેશ અંબાણી બન્યા નાના: ઇશા અંબાણીએ ટ્વિન્સને જન્મ આપ્યો

 

મુંબઇ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણી અને ઉદ્યોગપતિ અજય પિરામલ તથા સ્વાતી પિરામલના પુત્ર આનંદના ઘરે કિલકારીઓ ગુંજી ઉઠી છે, નાનું બાળક આવવાથી સૌ પરિવારજનોમાં આનંદનીીલહેર વ્યાપી છે. ઇશાએ જોડિયા બાળકને જન્મ આપ્યો છે. બંને બાળક અને ઇશાની તબિયત સારી હોવાની પરિવારે માહિતી આપી હતી. ઇશા અને આનંદના માતા-પિતાએ મીડિયાને કહ્યું હતુંંકે, અમને જણાવતા આનંદ થાય છે કે અમારા બાળકો ઈશા અને આનંદને ઇશ્વર દ્વારા જોડિયા બાળકોના આશીર્વાદ મળ્યો છે. ઇશા, બેબી ગર્લ આધ્યા, બેબી બોય ક્રિશ્ના- ત્રણેની તબિયત સારીસ છે. અમે આદ્યા, ક્રિશ્ના, ઈશા અને આનંદ માટે તેમના જીવનના આ સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં તમારી શુભકામનાઓ અને આશીર્વાદ પ્રાપ્ત થાય તેમ અમે સૌ ઈચ્છીએ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીનો પુત્ર આકાશ અને ઇશા પણ ટ્વિન્સ છે.