મુંબઈ હુમલાના મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદ વિરુધ્ધ પાકિસ્તાન સરકારે કરેલી કાર્યવાહી

0
1001

તાજેતરમાં પ્રાપ્ત થયેલા પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, આતંકવાદી હાફિઝ સઈદ વિરુધ્ધ પાક સરકારે કાર્યવાહી શરૂ કરી છે. હાફિઝ સઈદ સંચાલિત મદ્રેસા અને સ્વાસ્થ્ય કેન્દ્રો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. છેલ્લા મહિનામાં યુનાઈટેડ નેશન્સના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્રાસવાદી સંગઠનો  અને તેમની પ્રવૃત્તિઓને અટકાવવા માટે પાક. સરકાર કયા પ્રકારની કામગીરી કરી રહી છે તે જાણવાનો  પ્રયાસ કરવામાં આવ્યો હતો. પેરિસમાં ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ રહી છે. પાકિસ્તાનને એવો ભય છેકે, આ બેઠકમાં એની વિરૂધ્ધ સખત કાર્વાહી કરાશે. એટલે એમાંથી બચવાના એ ફાંફાં મારી રહ્યું છે અને એટલે આતંકી  હાફિઝ સઈદ સંચાલિત સંસ્થાઓ અને એની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકાયા છે. પંજાબ સરકારના ફરમાન બાદ રાવલપિંડીના જિલ્લા વહીવટીતંત્રે હાફિઝ સઈદ સાથે સંબંધિત જમાત

ઉદ દાવા તેમજ ફલાહ-એ ઈન્સાનિયત સંચાલિત મદ્રેસા અને દવાખાનાઓને નિયંત્રણમાં લીધાં છે. પાકિસ્તાન સરકારને એવો ભય સતાવી રહ્યો છે કે પેરિસમાં યોજાનારી બેઠકમાં આંતરરાષ્ટ્રીય મની લોન્ડ્રિગ અને ત્રાસવાદી સંગઠનોને નાણાકીય સહાય કરવાના આરોપ ધરાવતા રાષ્ટ્રોની યાદીમાં મૂકી દેવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here