મુંબઈ સહિતદેશના વિવિધ રાજ્યમા ફસાયેલા ઉત્તરપ્રદેશના મજૂરોને પરત લાવવા માટે યોગી આદિત્યનાથની સરકારનું આયોજન ..

0
827

 

                   રોજી-રોટી મેળવવા માટે પોતાનું ગામ, પોતાનું વતન છોડીને બહારના શહેરોમાં જતા મજૂરો દેશના જુદા જુદા શહરોમાં લોકડાઉનને કારણે ફસાઈ ગયા છે. તેમના પરિવારજનોને ચિંતા થાય એ સ્વાભાવિક છે. રહેવાની સુવિધા નહિ, ભોજનની યોગ્ય વ્યવસ્થા નહિ, કામ પણ નહિ- આથી શું કરવું તેની વિમાસણમાં આ મજૂરો અટવાઈ ગયા છે. તાજેતરમાં યોગી આદિત્યનાથની સરકારે રાજસ્થાનના કોટામાં ફસાઈ ગયેલા યુપી નિવાસી વિદ્યાર્થીઓને પરત તેમના વતન- ગામ મોકલવા માટે કોટા ખાતે બસો મોકલીને વ્યવસ્થા કરી હતી. 

  હવે યુપી સરકારનું વહીવટીતંત્ર  ખૂબજ ચોકસાઈથી મજૂરોને પરત બોલાવવાની યોગ્ય વ્યવસ્થા કરી રહ્યું છે.અટવાયેલા પ્રવાસી મજૂરોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.જેમાં દરેક મજૂરની પૂરતી વિગતવાર માહિતીની નોંધ કરવામાં આવશે.કોરોનાને કારણે 14 દિવસ કવોરેન્ટાઈનમાં રહેલા મજૂરોને તબક્કાવાર પાછા લવાશે. તેઓ પરત આવે ત્યારે તેમના માટે તૈયાર કરવામાં આવેલા શેલ્ટર હોમને પણ સેનેટાઈઝ કરવામાં આવશે. દરેકના રહેવાની અને ભાેજનની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવશે.