મુંબઈ મહાનગરમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી

0
794
Reuters

મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. હવામાન ખાતાએ 9વથી 11જૂનની વચ્ચે મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી હતી, પણ એ પહેલાં જ વરસાદે મુંબઈમાં પગરણ માંડી દીધાં હતા.

         મુંબઈના ઉપનગરીય વિસ્તારો વરલી, દાદર, મુલુન્ડ. ઘાટકોપર અને પરેલના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. રસ્તા પરની વાહન વ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ઉપનગરીય ટ્રેન સેવા સહિતની અનેક સાર્વજનિક સેવાઓ પર અતિ વરસાદની વિપરીત અસર જોવા મળી હતી. ઉપનગરીય ટ્રેન વ્યવસ્થા અનિયમિત હતી. એરલાઈન્સની ફલાઈટો અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

      આગામી 24 કલાક દરમિયાન પણ મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોનસુન ની મહારાષ્ટ્રમાં  સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે.