મુંબઈ મહાનગરપાલિકાએ અભિનેત્રી પ્રિયંકા ચોપરાને નોટિસ પાઠવી …

0
1053

મુંબઈ મહાનગર પાલિકાએ જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાને નોટિસ જારી કરી છે. મુંબઈના ઉપનગર અંધેરી પશ્ચિમમાંં ઓશિવારા પાસે પ્રિયંકા ચોપરાની ઓફિસ છે. તેની પાસેના એક કોમર્શિયલ બિલ્ડીંગમાં પ્રિયંકાએ બયુટી સ્પા અને સલૂન માટે જગ્યા ભાડે આપી છે. જેમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી હતી. નગરપાલિકાના અધિકારીઓનું કહેવું છેકે, તેમને કોર્પોરેશન તેમજ અન્ય લોકો તરફથી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને એનું નિરીક્ષણ કર્યું હતું.આથી મહાનગરપાલિકાએ એ જગ્યાના મૂળ માલિક અને ભાડૂત – બન્નેને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે. ગેરકાયદે બાંધકામ જલ્દીથી દૂર કરવાની ચેતવણી આપવામાં આવી છે. જો તેઓ એક મહિનાના સમયગાળામાં ઉપરોક્ત બાંધકામ દૂર નહિ કરે તો નગરપાલિકા તરફથી કડક કાર્યવાહી કરવામાં આવશે.