મુંબઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બિગ બુલ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન

 

મુંબઇ: શેરબજારના કિંગ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન થયું છે. તેમણે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા હતાં. દલાલ સ્ટ્રીટના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા જેમણે ‚. ૫૦૦૦થી ‚. ૪૬ હજાર કરોડની સફર કરી હતી તેમણે ૬૨ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા હતાં. ઝુનઝુનવાલાએ ગયા સપ્તાહે ‘અકાસા’ એરલાઇન સાથે ઉડ્ડનય ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો હતો. ૧૯૯૨માં જ્યારે હર્ષદ મહેતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો ત્યારે તેમણે શોર્ટ સેલિંગ દ્વારા જંગી નફો કર્યો હતો. રાકેશ ઝુનઝુનવાલાને ભારતનાં વોરેન બફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેરબજારમાંથી કમાણી કર્યા બાદ બિગ બુલે એરલાઇન સેક્ટરમાં પણ પ્રવેશ કર્યો હતો. તેમણે નવી એરલાઇન કંપની અકાસા એરમાં મોટું રોકાણ કર્યું હતું અને ૭ ઓગસ્ટથી કંપનીએ કામગીરી શ‚ કરી દીધી છે. રાકેશ ઝૂનઝૂનવાલા અને તેમના પત્ની રેખા ઉપર એપટેક કંપનીના શેરમાં ઇનસાઇડ ઇન્ફોર્મેશનના આધારે ટ્રેડિંગ કર્યું હતું અને તે અંગે સેબી તપાસ કરતી હતી.