મુંબઈ બનશે કદાચ કોરોનાનું હોટસ્પોટ…

 

      મહાનગરી મુંબઈ અત્યારે સંકટમાં ઘેરાયેલી છે. મહાનગર મુંબઈમાં કોરાના સંક્રમણના કેસ વધતા જાય છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની  યોગ્ય સરવાર માટે હજી પૂરતી કાળજી રખાતી નથી એવું અનુમાન છે. લોકડાઉનના કેસ વધતા જવાને કારણે મુંબઈના લોકોમાં  ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે. આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ રશિયાના મોસ્કો શહેરમાં કોરોનાના રોજ વધુ કેસ સામે આવી રહ્યા છે. મોસ્કો શહેરમાં દરરોજના સરેરાશ 2,000 કેસ થઈ રહ્યા છે., જયારે મુંબઈ શહેરમાં રોજના રોજના આશરે 1500 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. મોસ્કોમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કુલ 1.66 લાખ ( એકલાખ, 66 હજાર ) કેસ થયા છે. જેમાં 2, 034 લોકોના મોત થયાં છે. મંબઈમાં કુલ 31, 789 કેશ થયા છે, જેમાં 1026 લોકોનાં મૃત્યુ  થયાં છે. મંબઈમાં 30 હજારથી વધુ લોકો બિમાર છે. ગત 22મેના દિવસે મુંબઈમાં 1, 751 નવા કેસ સામે આવ્યા હતા. મુંબઈના ગીચ વિસ્તારોમાં રહેતા લોકોએ તેમજ લોકડાઉનમાં છૂટછાટના સમયે દરેક વ્યક્તિએ સોશ્યલ ડિસ્ટસિંગનું પાલન કરવું જોઈે. વારંવાર સેનેટાઈઝરથી  પોતાના હાથ ધોવા, મોઢા પર માસ્ક પહેરીને જ બહાર નીકળવું તેમજ બિન- જરૂરી આવ-જા ના કરવી અને જરૂરી હોય તે તમામ પ્રકારની કાળજી રાખવી અતિ આવશ્યક છે.