મુંબઈ પાલઘરની લોકસભાની બેઠકની પેટા ચૂંટણીમાં યોગી આદિત્યનાથનો આક્ષેપ- શિવસેના ભાજપની પીઠમાં ખંજર ભોંકે છે…

0
809

હાલમાં યોજાઈ રહેલી પાલઘરની પેટાચૂંટણીમાં પ્રચાર કરવા માટે ભાજપના રથીૃ મહારથી સ્ટાર વક્તાઓ પાલઘરમાં આવીને પ્રચાર સભા સંબોધી રહ્યા છે. ભાજપના દિવંગત નેતાના પુત્રને પક્ષની ટિકિટ આપીને શિવસેના ચૂંટણી લડી રહી છે. આથી ભાજપ માટે આ બેઠક પ્રતિષ્ઠાનો મુદો્ બની ગઈ છે. શિવસેનાના ઉમેદવારને પરાજિત કરીને ભાજપના સત્તાવાર ઉમેદવારને ખાસ્સી બહુમતીથી વિજયી બનાવવાનો ભાજપનો ઈરાદો છે.આ વિસ્તારમાં વસતા ઉત્તર ભારતીયોના મત ભાજપને જ મળે એ આશયથી ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અને લોકપ્રિય વક્તા યોગી આદિત્યનાથે પાલઘરમાં જંગી પ્રચાર સભાને સંબોધીને શિવસેનાની નીતિ અને વલણ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજે તેમજ શિવસેનાની સ્થાપના કરનારા બાળાસાહેબ ઠાકરેએ ભારતમાં હિંદુત્વની રક્ષા કરવા માટે માતબર અને મહાન યેગદાન આપ્યું૆ હતું. પરંતુ હાલના શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે ભાજપના સાથીદાર બનીને ભાજપની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કરી રહ્યા છે.