મુંબઈમાં કોવિદ- સારવારની તમામ સરકારી હોસ્પિટલો ફુલ છે, નવા પેશન્ટો માટે બેડની (પથારી) કમી છે..

 

    કોરોનાનું સંક્રમણ મુંબઈમાં વધતું રહ્યું છે. શહેરની મખ્ય સરકારી હોસ્પિટલોમાં હવે નવા પેશન્ટને માટે જગા નથી. મુંબઈની પરેલ ખાતેની કે ઈ એમ હોસ્પિટલ, નાયર હોસ્પિટલ, સેન્ટ જયોર્જ હોસ્પિટલમાં બધા બેડ ભરાઈ ગયા છે.મુંબઈમાં આશરે કોરોના સંક્રમિત 3500 દર્દીઓને  કારણે જગાની તંગી ઊભી થઈ છે. મુંબઈ મહાનગરપાલિકા હવે હોસ્પિટલોના વોર્ડમાં બે પથારી (બેડ) વચ્ચેનું અંતર ઘટાડીને એક વધારાના બેડની ગોઠવણ કરી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, મે મહિનાના અંત સુધીમાં મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીોઓની  સંખ્યા 50,000 થઈ જવાની સંભાવના છે. પરિસ્થિતિ વિકટ છે, પરંતુ વહીવટીતંત્ર શક્ય હોય તે તમામ પગલાં લઈને સમસ્યાને હલ કરવાના પ્રયાસો કરી રહ્યું છે.