મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલી વિસ્ફોટકોથી ભરેલી કારના માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મોતનો મામલો વધુ ચકચાર મચાવી રહ્યો છે……

 

       જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહારના માર્ગ પર મળેલી વિસ્ફોટકોથી ભરેલી કારની ઘટનાએ સમગ્ર મુંબઈના લોકોને વિચારતાં કરી મૂક્યા છે. …

           મુંબઈની પોલીસે જયારથી તપાસ આદરી ત્યારથી લઈને આજ સુધી દરરોજ આ કેસમાં નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. આ કેસ સાથે સંકળાયેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેકટર સચિન વાજેને નોકરી માંથી સસ્પેન્ડ કરવાની માગણી વિધાનસભામાં વિપક્ષ કરી રહ્યો છે.  આ મામલાની તપાસ હવે એનઆઈએ ( નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી)ને સોંપવામાં આવી છે. 10મી માર્ચના એનઆઈએ દ્વારા મુંબઈમાં ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ અધિકારી સચિન વાજેને મહારાષ્ટ્ર સરકારે ક્રાઈમ બ્રાન્ચ માંથી હટાવી લઈને અન્ય વિભાગમાં બદલી કરી છે. પરંત વિપક્ષને આ પગલાથી સંતોષ થયો નથી. સચિનના કાર માલિક સાથે સંબંધો હતા, એ બે જણા વચ્ચે કશીક સાઠગાંઠ હતી એવી વાત કરવામાં આવી રહી છે. દરમનિયાન મનસુખ હિરેનના પત્નીએ પણ એના પતિની આત્મહત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસને કરી છે. આ અંગે તલસ્પર્શી તપાસ થવી જોઈએ  એવો આગ્રહ કરવામાં આવી રહ્યો છે. હિરેનની પત્નીએ આરોપ લગાવ્યો છે કે, તેના પતિની હત્યા કરીને તેના મૃતદેહને ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો અને તેના પતિની હત્યામાં પોલીસ અધિકારી સચિન વાજેનો હાથ છે.