મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની નજીકના રોડ પરતી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી- જૈશ- ઉલ- હિન્દ નામના સંગઠને એની જવાબદારી લીધી છે …

 

   મુંબઈમાં તાજેતરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનથી નજીક એક વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી. જેની માટે મુંબઈનું પોલીસતંત્ર તપાસ કરી રહ્યું હતું. સત્તાવાર સમાચાર સૂત્રોના અહેવાલ પ્રમાણે, જૈશ- ઉલ- હિન્દ નામના સંગઠને એની જવાબદારી સ્વીકાર હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. આ સંગઠને ટેલિગ્રામ એપ દ્વારા તે વાતની જવાબદારી સ્વીકારી લીધી હતી. કેટલાક દિવસે પહેલાં આ સંગટને દિલ્હીમાં ઈઝરાયલ એમ્બેસીની બહાર થયેલા વિસ્ફોટ માટે પણ પોતે જવાબદાર હેવાનું જણાવ્યું હતું. ઉપરોક્ત સંગઠને તપાસ એજન્સીને પડકારતાં સંદેશમાં લખ્યું હતું કે, અમને રોકી શકતા હોવ તો રોકી લો. તમારી નજર હેઠળ જયારે અમે તમને દિલ્હીમાં હિટ કર્યા હતા, ત્યારે પણ તમે કશું જ કરી શક્યા નહોતા. ગત 25 ફેબ્રુઆરીના મુકેશ અંબાણીના મુંબઈસ્થિત નિવાસ સ્થાનની બહારના માર્ગ પર વિસ્ફોટક ભરેલી મોટરકાર મળી આવતાં મુંબઈમાં પોલીસતંત્ર સાબદું થઈને તપાસના કાર્યમાં ગતિમાન થયું હતું. મુકેશ અંબાણીના ઘરના સુરક્ષા કર્મચારીઓેએ શ્થાનિક પોલીસને સૂચના આપી , પછી તપાસ શરૂ કરવામાં આવી હતી.