મુંબઈને લોકડાઉન ફળ્યુંઃ કેસની સંખ્યા ઘટી ૩,૭૯૨ નોંધાઈ

 

 

મુંબઈઃ કોવિડ-૧૯ સામેની લડતમાં મુંબઈ કદાચ નિયંત્રણ મેળવવાની સ્થિતિમાં જણાઈ રહ્યું છે. એક વરિષ્ઠ નિષ્ણાતના જણાવ્યા અનુસાર સોમવારે ૪૧,૦૦૦ ટેસ્ટ છતાં મુંબઈમાં કોવિડ-૧૯ના માત્ર ૩,૭૯૨ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રની કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના સભ્ય અને જાણીતાં એન્ડોક્રાઇનોલોજિસ્ટ ડો. શશાંક જોશીએ જણાવ્યું હતું કે,  મુંબઈમાં કુલ ૪૧,૦૦૦ ટેસ્ટમાંથી નવા કેસની સંખ્યા ૩,૭૯૨ રહી હતી. રવિવારે મુંબઈમાં કુલ કેસનો આંકડો ૬,૨૭,૬૫૧ હતો. જેમાં ૧૨,૭૮૩ લોકોના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ૭૫,૭૪૦ છે. ૪ એપ્રિલે મુંબઈ ખાતે રેકોર્ડ ૧૧,૧૬૩ કેસ નોંધાયા હતા. જોકે, છેલ્લા કેટલાક દિવસથી નવા કેસ ઘટી રહ્યા છે અને રવિવારે એ આંકડો ૫,૫૪૨ રહ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમમાં ડો. જોશીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, મુંબઈમાં બીજી લહેરની ટોચ બની ગઈ છે અને હવે કેસની સંખ્યા સ્થિર થવાનો તબક્કો શરૂ થયો છે. જોશીએ જણાવ્યું હતું કે, પ્રથમ લહેરમાં મુંબઈએ માત્ર ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ ટેસ્ટ કર્યા હતા. જ્યારે બીજી લહેરમાં તેની સંખ્યા ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ની રેન્જમાં છે.

કોરોના સામેના જંગમાં સેનાના નિવૃત્ત તબીબો મોરચો સંભાળશે