મુંબઈની સૌથી યુવા ભારતીય વિદ્યાર્થીનીએ અમેરિકાનું માઉન્ટ ડેનાલી શિખર સર કર્યુ

0
400

 

મુંબઇ:  મુંબઇની વિદ્યાર્થીની કામ્યા કાર્તિકેયન ઉત્તર અમેરિકાનું માઉન્ટ ડેનાલી શિખર સર કરનાર સૌથી યુવાન ભારતીય બની છે તેવું સંરક્ષણ મંત્રાલયે   જણાવ્યું હતું. કામ્યા નેવી ચિલ્ડ્રન્સ સ્કૂલ (એનસીએસ) મુંબઇની દસમાં ધોરણની વિદ્યાર્થીની અને નેવીના કમાન્ડર કાર્તિકેયનની પુત્રી છે.

૨૭ જૂનના રોજ કામ્યાએ માઉન્ટ ડેનાલીનું શિખર સર કરી ત્યાં ભારતીય તિરંગો સાથે નૌકાદળના ચિન્હને લહેરાવ્યું હતું. આ રીતે તે આ સિદ્ધિ હાંસલ કરનાર સૌથી યુવા ભારતીય બની હતી. રિમોટ અલાસ્કન શિખર ઉત્તર અમેરિકાનું સૌથી ઉંચુ અને કદાચ સાત શિખરમાં સૌથી પડકારરૂપ અને અઘરૂં છે. આ સંદર્ભેના એક નિવેદન અનુસાર આ ચઢાણ સાથે તેણે  ખંડો અને તમામ સાત બન્ને  ધુ્રવો પર સૌથી ઉંચા શિખરો પર ચઢવાના તેમના માર્ગ પરનું  પાંચમું માઇલસ્ટોન એચીવ કર્યું હતું. માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ વિન્સન તેમજ ધ્રુવીય સ્કી ટ્રાવર્સિસને બાદ કરતા કામ્યા એકસ્ટલોર્સ્સ ગ્રાન્ડ સ્લેમ પૂરી કરવા પૂર્ણ રીતે સજ્જ છે. સૌથી  યુવા  વ્યક્તિ છે તેવું સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.