મુંબઈના મેયર કિશોરી પેંડનેકરે આપેલી ચેતવણી : જો મુંબઈના લોકો  કોરોનાની માટેની સુરક્ષા ગાઈડલાઈનનું પાલન નહિ કરે તો ફરીથી લોકડાઉન કરવાની શક્યતા છે…

 

    મુંબઈના મેયર શ્રીમતી કિશોરી પેંડનેકરે જણાવ્યું હતુંં કે, મુંબઈમાં 19મી ફેબ્રુઆરીથી લોકલ ટ્રેનોનું સંચાલન શરૂ થઈ ગયું છે. લોકો માસ્ક નથી પહેરતા. ટ્રેનમાં અવરજવર વધતી જાય છે. લોકલ ટ્રેનના પરિચાલન બાદ રાજ્યમાં ફરી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. 42 દિવસ બાદ મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મુંબઈની પરિસ્સ્થિતિ ઝડપથી બગડી રહી છે. હમણા રોજ કોરોના સંક્રમણના 3થી 4 કેસ સામે આવવા માંડ્યા છે. ટ્રેનોમાં લોકોની બહુજ ભીડ હોય છે, ટ્રેનમાં જો લોકો માસ્ક પહેરશે નહિ અને મુસાફરી કરશે તો એમને માટે એ જોખમરૂપ બની જશે. લોકોને વારંવાર માસ્ક પહેરવાની વિનંતી સરકારી તંત્ર કરી રહ્યું છે. જો મુંબઈના લોકો માસ્ક નહિ પહેરે, સોશ્યલ ડિસ્ટન્સીંગ નહિ જાળવે તે ના છૂટકે પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે અને લોકોના જીવનની સલામતી માટે ફરીથી લોકડાઉન જાહેર કરવાની સરકારને ફરજ પડશે.