મી ટુ – ગૃહપ્રધાન રાજનાથના નેતૃત્વ હેઠળ જીઓએમની રચના કરવામાં આવી

0
837

સમગ્ર દેશમાં મી ટુને કારણે મચી રહેલા ધમસાણને લક્ષમાં રાખીને કેન્દ્ર સરકારે આ મામલા બાબત ગંભીર પગલાં લેવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે મહિલાઓ પર થતા માનસિક અને શારીરિક અત્યાચાર તેમજ જાતીય શોષણ રોકવા માટે મજબૂત કાનૂની અને ઈન્સ્ટીટયુશનલ ફ્રેમવર્ક તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાંં આ ગ્રુપ કામગીરી બજાવશે. આ ગ્રુપ ઓફ મિનિસ્ટરમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતારમણ, પરિવહન મંત્રી નીતિન ગડકરી, મહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધીને સામેલ કરવામાં આવ્યા હતા. મહિલાઓના સંરક્ષણ તેમજ તેમની સલામતી માટે હાલના નિયમોમાં શું શું ફેરફાર કરવા, કયા નિયમોને કેટલા પ્રભાવશાળી  બનાવવા વગેરે બાબત સૂચનો માગવામાં આવ્યા છે. નોકરીના સ્થાન પર મહિલાઓનું જાતીય શોષણ થતું રોકવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ તેની ભલામણ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ગૃહમંત્ર્યાલય નોકરીના સ્થળે મહિલાઓને સલામતીભર્યું વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કટિબધ્ધ છે.ઉપરાંત મહિલા અને બાળવિકાસ મંત્ર્યાલય દ્વારા એક ઈલેકટ્રોનિક ફરિયાદ બોકસની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના માધ્યમથી મહિલાઓ નોકરીના સ્થળ પર થનાર જાતીય સતામણીની સામે પોતાનો વિરોધનો સૂર પ્રગટ કરી શકશે. આ પ્રધાનોની કમિટી આગામી દિવસોમાં મીટુના મામલા બાબત જરૂરી તપાસ કરીને અનિવાર્ય પગલાં માટે સૂચનો કરશે.