મી ટુ અભિયાન-નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયાના  (એનએસયુઆઈ ) અધ્યક્ષ ફિરોજ ખાને તેમના હોદાં પરથી રાજીનામું આપી દીધું.

0
875

મી ટુ અભિયાનમાં આજકાલ અનેક નવા નવા મામલા ઉમેરાતા જાય છે. પીડિતાઓ હિંમતભેર પોતાની આપવીતી જાહેરમાં કહી રહી છે. એમાં એક નામ કોંગ્રસ સંચાલિત વિદ્યાર્થી યુનિયન એનએસયુઆઈનું પણ શામેલ થયું છે. ઉપરોકત યુનિયનના યુવા અધ્યક્ષ ફિરોજ ખાન પર યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેને પગલે સર્જાયેલા સંજોગોને આધીન થઈને ફિરોજ ખાને પણ જયાં સુધી તેમના વિરુધ્ધ કરાયેલા આરોપો અંગે અદાલતી કાર્યવાહી અને ફેંસલો ના થાય ત્યાસુધી પોતાના પદનું રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના મોવડીમંડળે તેમનું રાજીનામું સ્વીકારી લીધુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ફિરોજ ખાન મૂળ જમ્મુ- કાશ્મીરના વતની છે. તેમના પર છત્તીસગઢની એનએસયુઆઈ- શાખાની હોદે્દાર મહિલાઓ યૌન શોષણનો આરોપ મૂક્યો હતો. પીડિતાએ ખાનની વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

ફિરોજ ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મારા પર મૂકવામાં આવેલા બધા આરોપો સાવ ખોટા છે. હું કોર્ટમાં જઈને ન્યાય માગીશ. મેં પાર્ટીની છબી ના ખરડાય તે માટે મારા પદ પરથી રાજીનામું આપી દીધું છે