મી ટુ અંગે પાંચ દસ વર્ષ પછી બોલવાનો કોઈ જ અર્થ નથીઃ બપ્પી લહેરી

ભારતીય સંગીતજગતના સિનિયર સંગીતકાર બપ્પી લાહિરી કહે છે કે મને મી ટુ આંદોલનની વિગતોની પૂરી જાણ નથી, પરંતુ હું દઢપણે માનું છું કે જાતીય કનડગતની કોઈ ઘટના બને એની વાત દસ વર્ષ પછી કરવાનો કોઈ અર્થ રહેતો નથી.
કોઈ પણ વ્યક્તિની સાથે કોઈ ઘટના બને ત્યારે તરત એની જાણ પોલીસને કે મિડિયાને કરી જ દેવી જોઇએ. ઘટના બન્યાનાં પાંચ દસ વર્ષ પછી આવી વાતો કરવાનો કશો અર્થ સરતો નથી. તમારી પાસે કોી પુરાવા હોય તો તમે પોલીસની મદદ માગી શકો. કોઈ નજરે જોનારા સાક્ષી હોય તો પણ તમને પૂરતી મદદ મળી રહે. બાકી ઘટના બની જાય અને તમે વરસો સુધી ચૂપ બેસી રહીને પછી કહો કે દસ વરસ પહેલાં મારી સાથે આવું બન્યું હતું એ વાતનો કોઈ અર્થ નહિ એમ જાણીતા સંગીતકાર બપ્પી લાહિરીએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે મારો સવાલ આ છે ે- ઘટના બની ત્યારે તમે કેમ ચૂપ રહ્યા? તમે તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેમ ન નોંધાવી? અત્યારે આ બધી વાતો મિડિયામાં જ્યારે હું વાંચું ત્યારે એમ થાય છે કે આ ઘટનાએા સમયસર પ્રગટ થઈ હોત તો જવાબદારને સજા થઈ હોત અને બીજી સ્ત્રીઓની સલામતી જળવાઈ રહી હોત. તમે જો મૂંગા રહ્યા એટલે જે તે વ્યક્તિની હિંમત વધી અને એણે બીજી યુવતીઓને હેરાન કરી. એટલે મૂંગા બેસી રહેવાનો કશો અર્થ રહેતો નથી.