મી ટુઃ યૌન શોષણના આરોપોને લીધે ટાટાએ સુહેલ સેઠને સલાહકાર પદેથી હટાવ્યા

0
740

મી ટુ અભિયાન હેઠળ સમાજસેવી ગણાતા સુહેલ સેઠ પર અનેક મહિલાઓએ યૌન શોષણના આરોપ મૂક્યા હતા. ત્યારબાદ દેશના  અતિ નામાંકિત અને અગ્રણી ઔદ્યોગિક જૂથ ટાટા ગ્રુપે સુહેલ સેઠ સામે સખત કાર્યવાહી હાથ ધરી હતી. સુહેલ સેઠને કંપનીના સલાહકાર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

      2016માં ટાટા ગ્રુપમાં કંપનીના સીઈઓ સાયરસ મિસ્ત્રી અને ટાટા સન્સ વચ્ચે ગંભીર વિવાદ સર્જાયો હતો. ત્યારે સુહેલ સેઠે ખાસ સલાહકાર તરીકે મહત્વની કામગીરી બજાવી હતી. જોકે સુહેલ સેઠ પર સંખ્યાબંધ મહિલાઓએ જાતીય શોષણના આરોપ  મૂકયા બાદ ટાટા જેવા પ્રતિષ્ઠિત ઔદ્યોગિક જૂથ માટે આવું આકરું પગલું ભરવાનું અનિવાર્ય બન્યું હતું. કંપનીએ સુહેલ સેઠ સાથેનો કોન્ટ્રાકટ પણ રદ કરી દીધો હોવાનું જણાવવામાં આવ્યું હતું.