મી ટુઃમહિલા પત્રકાર નિષ્ઠા જૈને વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ પર યૌન શોષણનો આરોપ મૂકયો …

0
776

 

મી ટુ ચળવળ ભારતમાં આજકાલ સતત આગળ ધપી રહી છે. આ કેમ્પેઈન દ્વારા અનેક મહિલાઓ તેમની નોકરીના સ્થળે પોતાની સાથે થયેલા યૌન શોષણની ઘટનાઓને પ્રકાશિત કરી રહી છે. તાજેતરમાં મહિલા પત્રકાર નિષ્ઠા જૈને 1989માં તેઓ એક ઈન્ટરવ્યૂ દરમિયાન વિનોદ દુઆને મળ્યાં ત્યારે વિનોદ દુઆએ તેમને જોઈને તરત જ સેક્સ્યુઅલ જોકસ કહયો હતો. જયારે નિષ્ઠાએ વિનોદ દુઆસાથે પોતાની જોબ અંગે વાત કરતાં સમયે પાંચ હજાર રૂપિયાનો સેલરી માગી ત્યારે વિનોદ દુઆએ કહયું હતું કે, તારી ઔકાત શું છે…

પોતાની પોસ્ટમાં બીજી ઘટનાનો ઉલ્લેખ કરતા નિષ્ઠા કહે છેઃ મને અન્ય એક ઓફિસમાં વીડિયો એડિટરની નોકરી મળી ગઈ હતી. ત્યાં વિનોદ દુઆના મિત્ર કામ કરતા હતા. તેથી વિનોદને પણ તે નોકરી બાબત ખબર પડી ગઈ હતી. જયારે હું ઓફિસનું કામ પતાવીને પાર્કિંગમાં આવી તો તેઓ એક કારમાં હતા. તેમને  મારી સાથે કશી વાત કરવી હતી. તેમણે મને કારમાં બોલાવી . હું કારમાં બેસી ગઈ. તેઓએ મારી છેડતી કરવાનું શરૂ કર્યું , એટલે હું તરત જ કાર છોડીને બહાર નીકળી ગઈ હતી.