

તાજેતરમાં આયોજિત મિ, યુનિવર્સ-2018 સૌંદર્ય – સ્પર્ધામાં 93 યુવતીઓએ ભાગ લીધો હતો. જેમાં ભારતની યુવતી નેહલ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવતી હતીકે, ઘણા સમયથી આ ખિતાબ બીજા દેશની યુવતીઓ મેળવી લે છે, પણ આ વરસે નેહલ જરૂર આ સ્પર્ધામાં જીત મેળવશે. પણ એવું બન્યું નહિ. 22 વરસની નેહલ આ ખિતાબ મેળવી ના શકી. 2000ના વરસમાં લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ હાંસલ કર્યો હતો. પણ આ વરસે તો ફિલિપાઈન્સની કૈટરિઓના વિજયી બની.ઍથી 20ના ક્રમમાં પણ ભારતની નેહલ સ્થાન ના મેળવી શકી. દક્ષિણ આફ્રિકાની ટેમરિન ગ્રીન ફર્સ્ટ રનર-અપ બની , તે મેડિકલની વિદ્યાર્થીની છે.વેન્ઝુએલાની શેફની ગુટરેજ દ્વિતીય રનર-અપનું ટાઈટવ મેળવી ગઈ હતી.
વિજયી બનેલી કૈટરિઓનાને નિર્ણાયકોએ સવાલ પૂછ્યો હતો કે, જીવનમાં મહત્વની વાત તું શું શીખી છે અને મિસ યુનિવર્સ બન્યા પછી એનો કેવી રીતે તારા જીવનમાં ઉપયોગ કરીશ..?
કૈટરિઓનાએ જવાબ આપ્યો હતો કે, મેં મનિલાની ગરીબ વસાહતોમાં કામ કર્યું છે. ત્યાંના લોકોની જિંદગી તકલીફો અને દુખોથી ભરેલી છે. મેં તે લોકોને જીવનના દુખ અને તકલીફો ભૂલી જઈને જીવનમાં સુંદરતા જોવાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો છે , હું તે હકારાત્મક દ્રષ્ટિથી જીવન જીવવાનો રસ્તો એમને બતાવવા પ્રયાસ કરીશ . તેના આ ઉત્તરથી નિર્ણાયકો ખૂબજ પ્રભાવિત થયા હતા.