મિલફોર્ડ, કનેક્ટિકટમાં હિન્દુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર સ્થપાશે

ન્યુ યોર્કઃ મિલફોર્ડ, કનેક્ટિકટમાં હિન્દુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટરની સ્થાપના થશે. ધ પ્લાનિંગ એન્ડ ઝોનિંગ બોર્ડ ઓફ મિલફોર્ડ, કનેક્ટિકટ દ્વારા સર્વાનુમતે મંગળવાર, 20મી માર્ચે શહેરમાં હિન્દુ ટેમ્પલ એન્ડ કલ્ચરલ સેન્ટર સ્થાપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ ટેમ્પલ અઠવાડિયામાં છ દિવસ અને દર રવિવારે ખુલ્લું રહેશે અને બપોરે એકથી રાતે આઠ દરમિયાન 100થી 125 નાગરિકો મુલાકાત લે તેવી શક્યતા છે, જ્યારે સોમથી શુક્ર દરમિયાન રોજ 10થી 15 નાગરિકો મંદિરની મુલાકાત લેશે તેમ મંદિરના આયોજકોએ જણાવ્યું હતું. આ મંદિરમાં પૂજારીના રોકાણની વ્યવસ્થા કરાશે, મંદિરમાં કલ્ચરલ સેન્ટર પણ સ્થપાશે, જેમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ડિનરનું આયોજન થઈ શકશે. આ ઉપરાંત કલ્ચરલ સેન્ટરમાં વોકેથોન-કેરિયર ફેર જેવા ખાસ સામુદાયિક કાર્યક્રમો પણ યોજાશે.
આ નવું મંદિર 25 રિસર્ચ ડ્રાઇવ, મિલફોર્ડમાં સ્થપાશે જે સમુદાયમાં ‘શાંતિ અને સંવાદિતા’ લાવશે.