માસ્ટરકાર્ડના એકિઝકયુટિવ ડિરેકટર તરીકે પરાગ મહેતાની નિમણૂક


ન્યુ યોર્કઃ માસ્ટરકાર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ભારતીય-અમેરિકન પરાગ મહેતાની નિમણૂક કરવામાં આવીછે, જ્યારે માસ્ટરકાર્ડના સેન્ટર ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ તરીકે પણ પરાગ મહેતાના નામની પસંદગી થઈ છે. તેઓ સમાજનાં તમામ ક્ષેત્રોમાં ઊભરતા અર્થતંત્રના લાભોની ખાતરી આપવા માટે સમર્પિત વ્યાવસાયિકોની ટીમનું નેતૃત્વ કરશે. પરાગ મહેતા જૂન, 2017થી માસ્ટરકાર્ડમાં ફરજ બજાવે છે. આ અગાઉ તેઓ સેન્ટર ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથમાં સ્ટ્રેટજિક મેનેજમેન્ટમાં વાઇસ પ્રેસિડન્ટ હતા. પરાગ મહેતા ઓસ્ટિનમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી સ્નાતક થયા હતા, જ્યારે સિરાકસ યુનિવર્સિટીમાંથી હેલ્થકેર મેનેજમેન્ટમાં એમ.પી.એ. ડિગ્રી મેળવી હતી. તેમણે રાજકારણમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.