માલીમાં ભયંકર રાજકીય ઉથલપાથલ, વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ-પ્રધાનમંત્રીને બંધક બનાવી લીધા

 

માલીઃ પશ્ચિમ આફ્રિકી દેશ માલીમાં વિદ્રોહીઓએ તખ્તાપલટની કોશિશ કરીને રાષ્ટ્રપતિ તથા વડા પ્રધાન બાઉબો સિસેને અટકાયતમાં લઈ લીધા છે. આ ઉપરાંત વિદ્રોહીઓએ સેનાના વરિષ્ઠ અધિકારીઓને પણ બંધક બનાવી લીધા છે. એવા પણ અહેવાલ છે કે રાષ્ટ્રપતિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ અગાઉ માલીમાં વિદ્રોહી સૈનિકોએ મંગળવારે રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાનને ઘેરી લીધું હતું અને હવામાં ફાયરિંગ કર્યું હતું. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ બાઉબકર કિતાને પદ પરથી હટાવવાની માગણીને  લઈને અનેક મહિનાથી માલીમાં પ્રદર્શનો ચાલે છે. 

માલીની જનતા વધતા ભ્રષ્ટાચારને લઈને પણ સરકારથી નારાજ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વિદ્રોહી સૈનિકોનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ રાજધાની બમાકો પાસે આવેલા કાટી શહેરમાં ફાયરિંગના પણ અવાજ સંભળાયા છે. બમાકો છાવણીમાં ફેરવાઈ ગયું છે.