માલદીવ્સમાં આંતરિક કટોકટીઃ સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાનો સરકારે ઇનકાર કર્યો

 

(ડાબે) માલદીવ્સના માલેમાં ત્રીજી ફેબ્રુઆરી, શનિવારે પોતાના સમર્થકોને સંબોધવા માટે આવી રહેલા પોતાના સલામતી દળના જવાનોથી ઘેરાયેલા માલદીવ્સના પ્રમુખ યાસીન અબ્દુલ ગાયુમ.  ફોટોસૌજન્યઃ ધ રોનોક ટાઇમ્સ) (જમણે) ચોથી ફેબ્રુઆરી, રવિવારે મોડી રાતે લેવાયેલી આ તસવીરમાં માલદીવ્સના વિપક્ષના સમર્થકોએ વિરોધ પ્રદર્શન દરમિયાન સૂત્રોચ્ચારો કર્યા હતા અને સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરવાની સરકારને વિનંતી કરી હતી. (ફોટોસૌજન્યઃ એપી)

માલેઃ માલદીવ્સમાં સુપ્રીમ કોર્ટે પ્રમુખ યાસીન વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ મૂકવાની પેરવી કર્યા પછી સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે તંગદિલી થઈ હતી. વિરોધ પ્રદર્શન વચ્ચે આખરે પ્રમુખ યાસીને માલદીવ્સમાં 15 દિવસ માટે કટોકટી જાહેર કરી હતી. માલદીવ્સના પ્રમુખે સુપ્રીમ કોર્ટનો આદેશ માનવાનો ઇનકાર કર્યા પછી કોર્ટના આદેશથી લશ્કરે સાંસદોને ઘેરી લીધા હતા. રાજકીય અસ્થિરતા વચ્ચે નાગરિકો માર્ગો પર આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે માલદીવ્સના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદ સહિત નવ રાજકીય નેતાઓને મુક્ત કરવાનો પ્રમુખ અબ્દુલ્લા યાસીનને આદેશ આપ્યો હતો. પ્રમુખ યાસીને આ આદેશ માનવાનો ઇનકાર કરતાં પ્રમુખ-સુપ્રીમ સામસામે આવ્યા હતા. સુપ્રીમે પ્રમુખ સામે મહાભિયોગનો કેસ ચલાવવા આદેશ આપ્યા પછી મામલો વધુ તંગ બન્યો હતો. નાગરિકોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો કર્યાં હતાં. પ્રમુખ યાસીનના વલણ પછી વિપક્ષોએ વિશ્વભરના દેશોને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.
ભારત, ચીન સહિતના દેશોએ પ્રવાસીઓને માલદીવ્સ ન જવા માટે ચેતવ્યા હતા.
માલદીવ્સના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નાશીદે રાજકીય કટોકટીનો અંત લાવવા ભારત પાસે લશ્કરી મદદ માગી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી પ્રમુખ યાસીન અબ્દુલ ગાયુમે
કટોકટી જાહેર કરી હતી. આ પછી યાસીનના આદેશથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અબ્દુલ્લા સઈદ અને અન્ય જજ અલી હમીદની પણ ધરપકડ કરાઈ હતી.
આ બન્ને જજે સત્તાનો દુરુપયોગ કરી ચુકાદો આપ્યો હોવાનો આરોપ પ્રમુખ યાસીને મૂક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here