માર્ચ 2018નું વિઝા બુલેટિનઃ ભાગ-1

0
958

 

માર્ચ 2018નું આ વિઝા બુલેટિન ‘ફાઇનલ એકશન ડેટ્સ’ અને ‘ડેટ્સ ફોર ફાઇલિંગ એપ્લીકેશન્સ’ માટે માર્ચ દરમિયાન વસાહતીઓની સંખ્યાની ઉપલબ્ધિ દર્શાવે છે, જે નિર્દેશ કરે છે કે ઇમિગ્રન્ટ વિઝા અરજીકર્તાઓને દસ્તાવેજો ભેગા કરવાની અને સબમિટ કરવાની જરૂર પડશે.
યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ)ની વેબસાઇટ પર નિર્દેશ કર્યા સિવાય, જે તે વ્યક્તિઓ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરિટીમાં યુએસસીઆઇએસમાં એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે અરજી ફાઇલ કરવા માગતા હોય તેમણે ‘ફાઇનલ એકશન ડેટ્સ’ ચાર્ટ્સનો ઉપયોગ કરવો જોઇએ. જયારે યુએસસીઆઇએસ નક્કી કરે કે નાણાકીય વર્ષ માટે વધુ ઇમિગ્રન્ટ વિઝા ઉપલબ્ધ છે ત્યારે યુએસસીઆઇએસ પોતાની વેબસાઇટ પર દર્શાવશે કે અરજીકર્તાઓ આ બુલેટિનમાં ફાઇલિંગ ‘ડેટ્સ ફોર ફાઇલિંગ વિઝા એપ્લીકેશન્સ’ ચાર્ટ્સનો ઉપયોગ કરી શકશે.
1. નક્કી થયેલી તારીખોની પ્રક્રિયાઃ આંકડાકીય મર્યાદિત વિઝા માટે માન્યતા ધરાવતા અરજીકર્તાઓનો રિપોર્ટ કોન્સ્યુલર અધિકારીઓએ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટને આપવો પડશે. યુએસસીઆઇએસ અરજીકર્તાઓને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસનો રિપોર્ટ આપશે. આ પછી નવમી ફેબ્રુઆરી સુધી આવેલી ડીમાન્ડના આધારે પ્રાયોરિટી ડેટ્સ મુજબ ચાર્ટ મુકવામાં આવશે. જો તમામ ડીમાન્ડ સંતોષકારક નહીં હોય તો કેટેગરી અથવા ફોરેન સ્ટેટ વધારાશે.
2. ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (આઇએનએ)ના સેકશન 201 226000ની વાર્ષિક લઘુત્તમ ફેમિલી-સ્પોન્સર્ડ પ્રેફરન્સ લિમિટ દર્શાવે છે. વાર્ષિક રોજગાર-આધારિત પ્રેફરન્સ ઇમિગ્રન્ટ્સ માટે વર્લ્ડવાઇડ લેવલ લગભગ 140000 છે. સેકશન 202 દર્શાવે છે કે પ્રેફરન્સ ઇમિગ્રન્ટ્સ માટે પ્રતિદેશ મર્યાદા કુલ વાર્ષિક ફેમિલી-સ્પોન્સર્ડ અને એમ્પ્લોયમેન્ટબેઝ્ડ પ્રેફરન્સ મર્યાદાના સાત ટકા છે, દાખલા તરીકે કુલ મર્યાદા 25620 હોય, તો ડિપેન્ડન્ટ એરિયા લિમિટ બે ટકા અથવા 7320 રહેશે.
3. આઇએનએ સેકશન 203 (ઇ) દર્શાવે છે કે ફેમિલી-સ્પોન્સર્ડ અને એમ્પ્લોયમેન્ટબેઝ્ડ પ્રેફરન્સ વિઝા ફાઇલ થયેલી પિટીશનના આધારે માન્ય વસાહતીઓને ઇસ્યુ કરવામાં આવશે. સેકશન 203 (ડી) દર્શાવે છે કે સમાન દરજ્જા માટે પ્રેફરન્સ ઇમિગ્રન્ટ્સના જીવનસાથી અને બાળકો માન્ય ગણાય છે. સેકશન 202 (ઇ)ની વિઝા પ્રોરેટિંગ પ્રોવિઝન જયારે વિઝાની ડિમાન્ડ પ્રતિ દેશ મર્યાદા માટે વધશે ત્યારે ફોરેન સ્ટેટ અથવા ડિપેન્ડન્ટ એરિયાના એલોકેશન માટે અમલી બનશે. આ દરખાસ્તો હાલના તબક્કે ચાઇના-મેઇનલેન્ડ બોર્ન, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, ઇન્ડિયા, મેકિસકો અને ફિલિપાઇન્સમાં લાગુ પડશે.
4. આઇએનએનો સેકશન 203 (એ) ફેમિલી-સ્પોન્સર્ડ ઇમિગ્રન્ટ વિઝાની ફાળવણી માટે પ્રેફરન્સ કલાસ દર્શાવે છે જે નીચે મુજબ છેઃ
ફેમિલી-સ્પોન્સર્ડ પ્રેફરન્સ
ફર્સ્ટઃ (એફ-વન) યુએસ સિટીઝનોના અપરીણિત પુત્રો અને પુત્રીઓઃ ફોર્થ પ્રેફરન્સ માટે 23400થી વધુ કોઇપણ સંખ્યાની જરૂરિયાત નથી.
સેકન્ડઃ પરમેનન્ટ રેસિડેન્ટ્સના જીવનસાથી અને બાળકો, અને અપરીણિત પુત્રો અને પુત્રીઓઃ 114200થી વધુ સંખ્યા (જો હોય તો), જેના કારણે વર્લ્ડવાઇડ ફેમિલી પ્રેફરન્સ લેવલ 226000 સુધી વધારી શકાશે, આ ઉપરાંત કોઇપણ બિનવપરાયેલા ફર્સ્ટ પ્રેફરન્સ નંબર્સ,
એ. (એફ-ટુ-એ) પરમેનન્ટ રેસિડેન્ટ્સના જીવનસાથી અને બાળકોઃ કુલ સેકન્ડ પ્રેફરન્સ મર્યાદાના 77 ટકા, જેમાંથી 75 ટકા પ્રતિદેશ મર્યાદામાંથી મુક્ત રહેશે,
બી. (એફ-ટુ-બી) પરમેનન્ટ રેસિડેન્ટ્સના અપરીણિત પુત્રો અને પુત્રીઓ (21 વર્ષ અને તેથી વધુ વયના)ઃ કુલ સેકન્ડ પ્રેફરન્સ મર્યાદાના 23 ટકા.
થર્ડ (એફ-3)ઃ યુએસ સિટીઝનોના પરીણિત પુત્રો અને પુત્રીઓઃ 23400 ઉપરાંત કોઇ પણ સંખ્યા માટે ફર્સ્ટ અને સેકન્ડ પ્રેફરન્સની જરૂર પડશે નહીં.
ફોર્થ (એફ-4)ઃ એડલ્ટ યુએસ સિટીઝનોના ભાઇઓ-બહેનોઃ 65000થી વધુ સંખ્યાની ફર્સ્ટ થ્રી પ્રેફરન્સ દ્વારા જરૂરિયાત નથી.
એ. ફેમિલી-સ્પોન્સર્ડ પ્રેફરન્સ કેસની ફાઇલનલ એકશન ડેટ્સ
નીચે દર્શાવેલા ચાર્જ પર, કોઇ પણ કલાસ માટેની તારીખની યાદી નિર્દેશ કરે છે કે ‘સી’ એટલે કરન્ટ, ‘યુ’ એટલે અનઓથોરાઇઝ્ડ-અમાન્ય. (નોંધઃ આ સંખ્યા એવા અરજીકર્તાઓ માટે માન્ય છે જેમની પ્રાયોરિટી ડેટ નીચે દર્શાવેલા ફાઇનલ એકશન ડેટ કરતાં ‘વહેલી’ છે.

ફેમિલી- યાદીમાં નોંધાયેલા ચાઇના- ઇન્ડીયા મેકિસકો ફિલિપાઇન્સ

સ્પોન્સર્ડ સિવાયના વિસ્તારો મેઇનલેન્ડ બોર્ન
એફ-1 22 માર્ચ 2011 22 માર્ચ 2011 22 માર્ચ 2011 22 જુલાઇ 1996 15 ઓકટો. 2005
એફ-ટુ-એ 22 માર્ચ 2016 22 માર્ચ 2016 22 માર્ચ 2016 1 માર્ચ 2016 1 માર્ચ 2016
એફ-ટુ-બી 1 માર્ચ 2011 1 માર્ચ 2011 1 માર્ચ 2011 15 ઓકટો. 1996 8 સપ્ટેમ્બર 2006
એફ-3 15 ડિસે. 2005 15 ડિસે. 2005 15 ડિસે. 2005 22 જૂન 1995 22 માર્ચ 1995
એફ-4 22 ઓગ. 2004 22 ઓગ. 2004 1 ફેબ્રુ. 2004 15 નવે. 1997 22 નવે. 1994

નોંધઃ માર્ચ માસ માટે, એફ-ટુ-એ સંખ્યા પ્રતિદેશ મર્યાદામાંથી બાકાત રહેશે, જે તમામ દેશોના અરજીકર્તાઓ માટે માન્ય રહેશે, અને તે પહેલી માર્ચ 2016ની પ્રાયોરિટી ડેટ્સ કરતાં વહેલી રહેશે. એફ-ટુ-એ સંખ્યા પ્રતિદેશની મર્યાદાને આધિન રહેશે જે મેકિસકો સિવાય તમામ દેશોના અરજીકર્તાઓ માટે માન્ય રહેશે, અને તે પહેલી માર્ચ 2016ની શરૂ થતી પ્રાયોરિટી ડેટ્સ અને 22 માર્ચ 2016 કરતાં વહેલી રહેશે. મેકિસકો માટે ફાળવાયેલી તમામ એફ-ટુ-એ સંખ્યા પ્રતિદેશ મર્યાદામાંથી બાકાત રહેશે. (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here