માર્ચ, 2018નું વિઝા બુલેટિનઃ ભાગ-3

0
1039

બી. રોજગાર-આધારિત વિઝા અરજીઓ ફાઈલિંગ કરવા માટેની તારીખો

નીચે દર્શાવેલો ચાર્ટ ફાઈલિંગ વિઝા અરજીઓ માટેની તારીખો દર્શાવે છે, જે અરજી પ્રક્રિયામાં તત્કાલ પગલાં લેવાનું સૂચવે છે. ઇમિગ્રન્ટ વિઝા માટે અરજીકર્તાઓએ પ્રાયોરિટી ડેટ અગાઉ અરજી કરવી જોઈએ અને ડિપાટમેન્ટ ઓફ સ્ટેટના નેશનલ વિઝા સેન્ટરમાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા જોઈએ. આ પછી નેશનલ વિઝા સેન્ટરમાંથી મળતી નોટિફિકેશનની રિસીપ્ટમાં વિગતવાર સૂચના દર્શાવેલી હોય છે. ઇમિગ્રન્ટ વિઝા માટે નેશનલ વિઝા સેન્ટરમાં જે અરજીકર્તાઓએ પ્રાયોરિટી ડેટ અગાઉ દસ્તાવેજો સબમિટ ન કર્યા હોય, તો ‘કરન્ટ’ કેટેગરીમાં તમામ અરજીકર્તાઓ સંબંધિત કેટેગરીમાં ફાઈલ કરી શકે છે. ‘સી’ લિસ્ટિંગ દર્શાવે છે કે કેટેગરી ‘કરન્ટ’ છે અને અરજીકર્તાઓ અરજીકર્તાની પ્રાયોરિટી ડેટ અગાઉ ફાઈલ કરી શકે છે. યુએસસીઆઇએસ સાથે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ માટે આ મહિને ફાઈલિંગ કરવાની અરજીઓની તારીખનો ચાર્ટઃ

6. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ પાસે ફાઇનલ એક્શન ડેટની માહિતી સંબંધિત રેકોર્ડેડ મેસેજ હોય છે જે તમે (202) 485-7699 ઉપર સાંભળી શકો છો. આ રેકોર્ડીંગ દર મહિનાની દસમી તારીખે અપડેટ થાય છે જેમાં આગામી મહિનાની ફાઇનલ એક્શન ડેટ્સની માહિતી હોય છે.
બી. માર્ચ માસ માટે ડાયવર્સિટી ઇમિગ્રન્ટ (ડીવી) કેટેગરી
અગાઉનાં પાંચ વર્ષ દરમિયાન લો એડમિશન સાથે વિવિધ દેશોના નાગરિકો માટે વધારાની ઇમિગ્રેશન તકોને મંજૂરી આપવા આઇએનએના સેક્શન 203 (સી) અંતર્ગત દર નાણાકીય વર્ષે 55 હજાર ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. ‘એનએસીએઆરએ’ના અંદાજ મુજબ, ડીવી-99ની શરૂઆતથી, 55 હજાર વાર્ષિક-ફાળવાયેલા ડાયવર્સિટી વિઝાના પાંચ હજાર વિઝા ‘નાકારા પ્રોગ્રામ’ અંતર્ગત ઉપલબ્ધ થશે. આના પરિણામે ડીવી-2018 વાર્ષિક મર્યાદામાં 50 હજાર વિઝા સુધીનો ઘટાડો આવશે.
માર્ચ માસ માટે, ડીવીમાં વસાહતીઓની સંખ્યા તમામ પ્રાદેશિક-માન્ય દેશોના કવોલિફાઇડ ડીવી-2018 અરજીકર્તાઓ માટે ઉપલબ્ધ છે. જ્યારે ફાળવાયેલા કટ-ઓફ નંબર દર્શાવાશે, ત્યારે જે ચોક્કસ ફાળવાયેલા કટ-ઓફ નંબરથી નીચેની સંખ્યામાં વિઝા ડીવી રિજિયોનલ લોટરી રેન્ક નંબર માટે ઉપલબ્ધ રહેશેઃ
આફ્રિકા 17700
ઇજિપ્ત 12400
ઇથોપિયા 16600
નેપાળ 3875
યુરોપ 13800
નોર્થ અમેરિકા (બહામાસ) 8
ઓસનિયા 800
સાઉથ અમેરિકા અને કેરેબિયન 800
ડીવી કેટેગરીમાં ઇમિગ્રન્ટ સ્ટેટસ માટે નાણાકીય (વિઝા) વર્ષના અંતમાં પાત્ર ગણાશે, જે માટે અરજીકર્તા લોટરીમાં પસંદગી પામ્યા હોય છે. ડીવી-2018 માટે નોંધાયેલા તમામ અરજીકર્તાઓની આ વર્ષની પાત્રતા 30મી સપ્ટેમ્બર, 2018ના રોજ પૂરી થાય છે. આ તારીખ પછી ડીવી વિઝા ડીવી-2018 અરજીકર્તાઓ માટે ઇસ્યુ થશે નહીં.
સી. ધ ડાયવર્સિટી (ડીવી) ઇમિગ્રન્ટ કેટેગરી રેન્ક કટ-ઓફ ડેટ્સ જેની એપ્રિલમાં અરજી કરાશે.
એપ્રિલમાં, તમામ પ્રદેશો-માન્ય દેશો માટે ડીવી કેટેગરીમાં ઇમિગ્રન્ટ સંખ્યા ક્વોલિફાઇડ ડીવી-2018 અરજીકર્તાઓ માટે ઉપલબ્ધ છે જે નીચે મુજબ છેઃ
તમામ પ્રાદેશિક ડીવી ચાર્જેબિલિટી એરિયા (અલગ નોંધાયેલા સિવાયના વિસ્તારો)
આફ્રિકા 21100
ઇજિપ્ત 14500
ઇથોપિયા 20100
એશિયા 5300
નેપાળ 4550
યુરોપ 15950
નોર્થ અમેરિકા (બહામાસ) 10
ઓસનિયા 875
સાઉથ અમેરિકા-કેરિબિયન 925 (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here