માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને સંસદીય બોર્ડમાંથી બહાર કરતાં ભાજપનું મોવડીમંડળ 

 

 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય માર્ગ- પરિવહન મંત્રી નીતિન ગડકરીને ભાજપના સંસદીય બોર્ડમાંથી બહાર કરી દીધાં છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને પણ સંસદીય બોર્ડમાંથી બાકાત કરી દેવાયા છે. કર્ણાટકના માજી મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાને  તેમજ કેન્દ્રીયમંત્રી સર્બાનંદ સોનોવલ સહિત છ નવી વ્યક્તિને સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીયમંત્રી ભૂપેન્દ્ર યાદવને પણ સંસદીય બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ તેમજ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે.  તેને અનુલક્ષીને આ ફેરફાર કરવામાં આવ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. 

 જોકે તાજેતરમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ એક જાહેર કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની કેટલીક કામગીરી બાબત ટીકા કરી હતી, જેને કારણે ભાજપના અગ્રણી નેતાઓ નારાજ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.