મારે માટે કેટલાક સપ્તાહ મુશ્કેલ રહ્યા છે- અભિનેત્રી દીપિકા પદુકોણ 

 

        કોરોનાને કારણે જાહેર કરાયેલા લોકડાઉનની અસર સમાજના દરેક વર્ગના લોકોને થઈ રહી છે. એમાં બોલિવુડના કલાકારો પણ સામેલ છે. નવી ફિલ્મોના શૂટિંગ અટકી ગયા છે. થિયેટરો બંધ છે. નવી ફિલ્મો રિલિઝ થતી નથી. બોલિવુડના નાના- મોટા કલાકારો તેમજ અન્ય કલાકાર- કસબીઓ – સહુ પોતાના ઘરમાં સમય વ્યતીત કરી રહ્યા છે. પોતાના પરિવાર અને સ્વજનનો સાથે રહીને તેઓ  ઘરમાં શક્ય હોય તે તમામ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવાને પ્રયાસ કરી રહ્યા છે. પોતાને ગમતી પ્રવૃત્તિ કરીને પોતનો સમય વ્યતીત કરી રહ્યા છે.કોઈ શારિરીક વ્યાયામ- જિમ કરી રહ્યું છે, કોઈ બાળકો સાથે સમય વિતાવી રહ્યું ચે, તો કોઈ કિચનમાં અવનવી વાનગી શીખી રહ્યું છે, તો કોઈ પોતાના બંગલાના ગાર્ડનમાં ફૂલ-ઝાડનો ઉછેર કરી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાની જાતને વ્યસ્ત અને આનંદમય રાખવાની કોશિશ કરી રહી છે. ભારતમાંં 25 માર્ચથી લોકડાઉન અમલમાં છે. આથી સેલિબ્રિટીઝને નવરાશનો સમય કેમ વ્યતીત કરવો એ સમસ્યા પણ છે. જોકે અભિનેત્રી દીપિકા પદુકોણ ઘરમાં જાતજાતની પ્રવૃતિતમાં વ્યસ્ત રહેવાની સાથે સાથે સોશ્યલ મિડિયા પર પણ સક્રિય રહે છે. દીપિકા કેટલીક સમાજ- સેવાની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. દીપિકા મેન્ટલ હેલ્થને લઈને સજાગ રહે છે. અનેક લોકો ઘરમાં રહેછે, બહાર નીકળવાનું સદંતર બંધ છે, અને કને પોતાના ભવિષ્યની ચિંતા થાય છે. કોઈ નોકરી , તો કોઈ પોતાના સંતાનોના ભણતરની ચિંતા કરી રહ્યું છે. દીપિકા કહે છેઃ છેલ્લા કેટલાક સપ્તાહ મારા માટે પસાર કરવાનું અતિ મુશ્કેલ બની ગયું હતું. ઘણા  લોકો પોતાના પરિવારથી દૂર એકલા રહે છે. લોકડાઉનને કારણે વાહન- વ્યવહાર સદંતર બંધ છે. આવા વાતાવરણમાં લોકોને હતાશા, નિરાશા, ચિંતા થવી સ્વાભાવિક છે. નેગેટિવ વિચારો, ટૅન્શન, ડિપ્રેશન જેવી માનસિક બીમારી થાય એ શક્ય છે. લોકોના મનની હતાશા આવી માનસિક બિમારીને નોંતરે છે.  બધાએ માનસિક બિમારીથી બચવાના ઉપાય સતત કરતા રહે્વું જોઈે. સકારાત્મક અભિગમ આપણને એવી બિમારીથી બચાવે છે. આપણને ઉત્સાહથી જીવતાં શીખવાડે છે. આથી દરેક વ્યક્તિએ પોતાને મનગમતા કામ કરવાં, પોતાની જાતને સતત બિઝી રાખવી, નિરાશાને ખંખેરી નાખીને નવી આશા સાથે જીવવાનું  જરૂરી છે.