મારી વિરૂદ્ઘ વિદેશી કાવતરૂં ઘડવામાં આવ્યું છેઃ પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાન

 

પાકિસ્તાનઃ પાકિસ્તાન સંસદમાં અવિશ્વાસ પ્રતાવ ફગાવી દેવાયા બાદ ઇમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કર્યુ હતું. ઇમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું કે મારી વિરૂદ્ઘ વિદેશી કાવતરૂં ઘડવામાં આવ્યું છે. તેમણે રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. દેશ વિરૂદ્ઘ આટલું મોટું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હતું. જે કાવતરૂં આજે નિષ્ફળ ગયું છે. હું મારા સમુદાયને ચૂંટણીની તૈયારી કરવા જણાવું છું. પાકિસતાનની સંસદમાં ડેપ્યુટી સ્પીકરે વિદેશી ષડયંત્રનો આરોપ લગાવીને કલમ ૫ હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ સાથે જ સંસદ ૨૫ એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પાકિસ્તાનના લોકોને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે હું સ્પીકરના નિર્ણય પર દરેક પાકિસતાનીને અભિનંદન આપું છું. અમારી પાસે અવિશ્વાસ પ્રસતાવ એક વિદેશી કાવતરૂં છે. પાકિસ્તાને નકકી કરવું જોઇએ કે તેમના પર કોણ શાસન કરે. કોઇ વિદેશી શકિતને આનો નિર્ણય કરવાનો અધિકાર નથી. એં અધ્યક્ષને વિધાનસભા ભંગ કરવાનું કહ્યું છે. ચૂંટણી લોકશાહી ઢબે થવી જોઇએ. હું પાકિસ્તાનના લોકોને ચૂંટણીની તૈયારી કરવા આહ્વાન કરૂં છું. ઇમરાનના આ નિર્ણય બાદ વિરોધ પક્ષોએ મોરચો ખોલી દીધો છે. પીપીપી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોનું કહેવું છે કે ઇમરાને બંધારણનું ઉલ્લંઘન કર્યુ છે. અમે તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જઇશું. તેમજ તમામ વિપક્ષી પાર્ટીઓ સંસદની અંદર ધરણા કરીશું. સંસદની કાર્યવાહી લગભગ ૪૫ મિનિટ મોડી શરૂ થઇ હતી. જયારે, વિપક્ષે ૧૦૦ વધુ વિપક્ષના સાંસદોના હસ્તાક્ષર સાથે સંસદના અધ્યક્ષ અસદ કૈસર વિરૂદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. વિપક્ષ માને છે કે કૈસર નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યાં, જેના કારણે તેમને સંસદમાંથી હટાવવા જોઇએ. પાકિસ્તાનની સંસદમાં ઇમરાન સરકાર વિરૂદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. વિદેશી કાવતરાનો આરોપ લગાવીને અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. આ તરફ વડાપ્રધાન ઇમરાન ખાનની ભલામણ પર રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સંસદ ભંગ કરી હતી. વાસ્તવમાં, ઇમરાન ખાને રાષ્ટ્રને પોતાના સંબોધનમાં સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. જેના અડધા કલાક બાદ જ રાષ્ટ્રપતિએ પોતાનો નિર્ણય જણાવતા સંસદ ભંગ કરી હતી. જેથી હવે પાકિસ્તાનમાં ૯૦ દિવસમાં ચૂંટણી યોજાશે.